અમરેલી શહેરની ભૂગર્ભ ગટરના કામમાં ભાજપના નેતાનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગાંધીનગરથી તપાસના થયા આદેશ-તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
અમરેલી શહેરની ભૂગર્ભ ગટરના કામમાં ભાજપના નેતાનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગાંધીનગરથી તપાસના થયા આદેશ-તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
આજથી ચાર વર્ષ પૂર્વે અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું. આ ભૂગર્ભ ગટરનું કામ અમદાવાદની એક કન્સ્ટ્રક્શન કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું, જે કન્સ્ટ્રક્શન કંપનીએ અમરેલી ભાજપના એક નેતાને પેટામાં કામ આપ્યું હતું, આ ભાજપના નેતાએ પોતાના ખીચા ભરવા માટે અને તેના મળતીયાઓના ખીચાઓ ભરવા માટે ભૂગર્ભ ગટરનું કામ ૪૨ કરોડનું જે ટેન્ડર હતું તે એક્સેસ કરાવીને ૮૯ કરોડ રૂપિયા સુધી પહોંચાડયું હતું, આ ટેન્ડરમાં ૧૬ કરોડ રૂપિયાનું પીસીસી કરવાનું થતું હતું, જે સમગ્ર અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરના કામમાં પીસીસી કરવામાં આવ્યું નથી, આમ પીસીસી કામના ૧૬ કરોડ રૂપિયા ભાજપના નેતાએ તથા તેના મળતીયાઓએ પોતાના ખીચામાં નાખીને ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હતો, આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરેલ હતી,
જેના અનુસંધાને ગુજરાત તકેદારી આયોગે અમરેલી શહેરના ભૂગર્ભ ગટરના કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો, ગુજરાત તકેદારી આયોગે ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના સચિવને તપાસ સોંપવામાં આવેલ હતી, જેના અનુસંધાને સચિવશ્રીએ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કચેરી ગાંધીનગરના કમિશનરશ્રીને તપાસ સોંપવામાં આવેલ હતી, આ કમિશનરશ્રીએ પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગરના પ્રાદેશિક કમિશનરને તપાસનો આદેશ આપવામાં આવેલ હતો, જેના અનુસંધાને ભાવનગર પ્રાદેશિક કમિશનરે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને તપાસનો આદેશ આપી તપાસનો અહેવાલ માત્ર ત્રણ દિવસમાં પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગરને મોકલી આપવા લેખિતમાં આદેશ કરેલ હતો, છતાં પણ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર ભાજપના નેતાના રાજકીય ઈશારે પ્રાદેશિક કમિશનરના તપાસના આદેશને ઘોળીને પીય ગયા અને તપાસને દબાવી દીધી છે, જો અમરેલી શહેરની જનતાના હિત માટે અમરેલી શહેરની ભૂગર્ભ ગટરના કામમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ રીતે તપાસ કરવામાં નહીં આવે તો અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરની વિરુદ્ધમાં કોર્ટમાં જવાની ચીમકી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ ઉચ્ચારી છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે
