10 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જેલ હવાલે
રાજકોટ, તા.6 : રંગીલા રાજકોટમાં છેલ્લા અઠવાડિયાના સમયગાળામાં નાના બાળકો પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. સોમવારે 11 વર્ષની સગીરા સાથે અડપલાં ઘટના સામે આવ્યા બાદ ગઈકાલે 10 વર્ષની બાળકી પર 43 વર્ષના આધેડે નજર બગાડી હતી અને ગોંડલ રોડ પર આવેલા માતાજીના મંદિરે દર્શન કરીને ઘરે જઈ રહેલી બાળકીનો બાઇક લઈ પીછો કરી બાળકીને કાંઈક લઈ આપું કહી કોમ્પ્લેક્સમાં આવેલા પાર્કિંગમાં પાછળના ભાગે ખૂણામાં લઇ જઇ ઝાપટ મારી વાળ પકડી બાળકી સાથે દુષ્કર્મ આચરતા ભક્તિનગર પોલીસ મથકે આઇપીસી 376 અને પોકસો સહિતનો કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી ભાવિન વિજય કારીયાની પીઆઈ એમ.એમ. સરવૈયા અને તેમની ટીમે ધરપકડ કરી આજે જેલ હવાલે કરાયો હતો. આ અંગે એસીપીએ પત્રકારોને માહિતી આપી હતી.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.