શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો. - At This Time

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો.


શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હોવાથી તેઓનો શુભેચ્છા સમારંભ આજરોજ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે શ્રી વિજયભાઈ આર પટેલ ભૂતપૂર્વ પ્રમુખશ્રી,સંયોજકશ્રી માધ્યમિક શિક્ષણ બોર્ડ મહીસાગર ની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સ્વીટુ ઘરવાળા કેળવણી મંડળના પ્રમુખશ્રી ચીમનભાઈ એસ પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય દરેક પરીક્ષામાં સફળતા મળે તેવા આશિષ પાઠવ્યા હતા. શાળાના આચાર્યાશ્રી પલકબેન દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પરીક્ષામાં સફળતા કઈ રીતે મેળવી શકાય તે સમજાવ્યું હતું. સમારંભ અધ્યક્ષ શ્રી વિજયભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીમય જીવનમાં પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કઈ રીતે કરવો તે ઉત્તમ રીતે સમજાવ્યું હતું.
શાળાએ શિક્ષિકા શ્રીમતી ભાનુબેન પરમાર દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image