સોનેથ ગામના ખેડૂતોએ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનનું કામ રોકવા રજુઆત કરી. - At This Time

સોનેથ ગામના ખેડૂતોએ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનનું કામ રોકવા રજુઆત કરી.


સુઈગામના સોનેથ ગામના ખેડૂતોએ ઇન્ડિયન ઓઈલની મનમાનીને લઈ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

સુઈગામ તાલુકાના સોનેથ ગામની સીમમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ની અન્ડરગ્રાઉન્ડ લાઈન પસાર થઈ રહી છે જેને લઈ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના માણસો દ્વારા ખેડૂતોને ડરાવી ધમકાવી અને કાયદા નો ડર બતાવી લાઈન માટે કામ કરવા નોટિસો તેમજ ધમકીઓ આપી રહ્યા છે જેને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી કરી સોનેથ ગામના ખેડૂતો સોમવારે સુઈગામ પ્રાંત કલેક્ટર કચેરીએ જઈ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ચાલતું કામ રોકવા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમો અરજદારોના મોજે ગામ સોનેથ તા.સુઈગામ જી.બનાસકાંઠા ની સીમમાં આવેલ ખેતરોમાં આ કામના સામાવાળાની ગેરકાયદે ઓઈલની લાઈન પસાર થાય છે જે ખુબજ જ્વનલશીલ તેમજ જાનલેવા છે અને અમો ખેડૂતો અમારા પરિવાર સાથે અમારા ખેતરોમાં કાચા તેમજ પાકા મકાનો બનાવીને વસવાટ કરીએ છીએ જેથી કોઈક વાર લાઈન બ્લાસ્ટ કે લીકેજ થાય તો અમો તેમજ અમારા પરિવારને તેમજ અમારા પશુ-માલ મિલકતને પારાવાર નુકસાન થવાની પુરી સંભાવનાઓ રહેલી હોઈ આ ઓઇલની પાઈપ લાઈન ના કામકાજને તાત્કાલિક રોકવા અમારી આપ સાહેબને રજૂઆત છે.
અમો ખેડૂતોને હળાહળ અન્યાય કરીને અમારી ઉપર આ કામના સામાવાળાઓ નોટીસો મોકલે છે અને કાયદાનો ડર બતાવે છે તેમજ અમોને જેલ ના હવાલે કરી દેવાની ધમકીઓ અપાવે છે અને નોટીસ માં લખે છે કે, તમને બધાને અન્ય ગુનામાં સંડોવી દઈશું જો તમે અમારા કામમાં રોકાવટ કરી છે, તો તમોને છોડીશું નહિ એવી અમોને જાશા ધમકીઓ આપે છે. જેથી તાત્કાલિક આ કામના સામાવાળાને આ કામગીરી કરતા રોકવા અને કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્રમાં જણાવ્યું હતું,


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image