જસદણ એસટી ડેપોમાં ભર ઉનાળે ચોમાસું જેવો માહોલ સર્જાયો
(રીપોર્ટ કરશન બામટા)
જસદણ એસટી ડેપોમાં ભર ઉનાળે ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો. અવારનવાર ડેપોમાં પાણીના ટાંકા છલકાતાં પાણી ની રેલમછેલ થાય છે. જેના કારણે પાણી ડેપોમાં ભરાતા મુસાફરો માં રોષની લાગણી ફેલાઇ છે. મુસાફરોએ તંત્ર સામે રોષ ઠાલવી જણાવ્યુ હતું કે અત્યારે લોકો ને પાણી વાપરવા માંડ મળે છે ત્યારે ડેપોમાં પાણી ની રેલમછેલ થાય છે અને છલકાયેલું પાણી બસ સ્ટેશનમાં ગ્રાઉન્ડ વચ્ચે પોહચે છે. તેમજ ડેપોનું ધાબું પણ લીક હોવાના કારણે પાણી ડેપોમાં તેમજ બેસવાના બાકડા પર ટપક્યાં કરે છે જેના કારણે મુસાફરોને બેસવામાં પણ હાલાકી ભોગવવી પડે છે. જેથી યુદ્ધના ધોરણે પાણીની સમસ્યા અને લીક થયેલા ધાબાની રિપેરિંગ કામગીરી કરવામા આવે તેવુ મુસાફરોએ જણાવ્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
