1 લાખ માગનાર કોર્પોરેટરના પતિની પૂછપરછ કરશે શહેર ભાજપ પ્રમુખ - At This Time

1 લાખ માગનાર કોર્પોરેટરના પતિની પૂછપરછ કરશે શહેર ભાજપ પ્રમુખ


NOC માટે મકાનમાલિક પાસે એક લાખ રૂપિયા માગ્યા’તા

વોર્ડ નં.6ના પ્રમુખે ગાળો ભાંડતા પ્રદેશ ભાજપ સુધી થઈ ફરિયાદ

રાજકોટ શહેરના વોર્ડ નં. 6ના કોર્પોરેટર મંજુબેન કુંગશિયાના પતિ ઘનશ્યામ કુંગશિયાએ ભોજલરામ સોસાયટીમાં મકાન ધરાવતા દીપક ટુડિયાને મકાન વેચવા માટે સોસાયટીનું એનઓસી આપવા માટે એક લાખની માંગ કરી ગાળો ભાંડી હતી. દીપકે આ મામલે પ્રદેશ ભાજપને ફરિયાદ કરતા હવે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ બુધવારે કુંગશિયાને બોલાવ્યા છે અને તેમની પૂછપરછ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.