બગદાણા અને તળાજામાં રાષ્ટ્રીય અંધજન મંડળના ઉપક્રમે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો - At This Time

બગદાણા અને તળાજામાં રાષ્ટ્રીય અંધજન મંડળના ઉપક્રમે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો


બગદાણા: રાષ્ટ્રીય અંધજન મંડળની ભાવનગર જિલ્લા શાખા અને અંધજન મંડળ (અમદાવાદ)ના સહયોગથી, તેમજ ખાનગી એકમના આર્થિક સહકારથી તાજેતરમાં બગદાણાની બ્રહ્મસમાજની વાડી (સંસ્કૃત પાઠશાળા) ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે તળાજા તાલુકા શિક્ષણાધિકારી શ્રી અતુલભાઈ મકવાણા, બગદાણાની બજરંગદાસબાપા માધ્યમિક શાળાના આચાર્ય શ્રી સુખાભાઈ ડાભી તથા અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી દીપપ્રાગટય કર્યું હતું. અહીંના કાર્યક્રમની સફળતા બાદ તળાજા શહેરમાં પણ સમાન પ્રકારનો ૧૦ દિવસીય સિલાઈ મશીનનો ટ્રેનીંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક લાભાર્થીઓએ લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image