સિહોર ના વોર્ડ નંબર 4 માં કામગીરી દેખાડવા માટેના ખોટા નાટકો નહીં પરંતુ નક્કર કામગીરી થશે. જયરાજસિંહ મોરી
સિહોર શહેરના લોકો ને હાલ સૌથી વધુ સતાવતી સમસ્યા એ પાણી ની સમસ્યા છે. પ્રજા નો રોષ પારખીને હાલ ભાજપ દ્વારા જે રજૂઆતો ના નાટકો કરવામાં આવે છે તો અત્યાર સુધી ક્યાં હતા? અત્યાર સુધી એમને પાણી નો પ્રશ્ન ધ્યાન માં ન આવ્યો? પ્રજા એ અનેક વખત પાણી મુદ્દે નગરપાલિકા માં સામુહિક રજૂઆતો કરી છે. શહેર ના જાગૃત નાગરિકો એ અત્યાર સુધી અનેક વખત રજૂઆતો કરી છે. વિપક્ષે અનેક આંદોલનો કર્યા છે ત્યારે માત્ર ચૂંટણી નજીક હોય અત્યારે હવે ભાજપ ને પાણી ના પ્રશ્નની ગંભીરતા સમજાઈ છે. કોંગ્રેસ પક્ષે હંમેશા લોકહિત ને પ્રાધાન્ય આપ્યું છે અને લોકોના પ્રશ્નો દૂર કરવામાં નક્કર કામગીરી કરવાનો જ સિદ્ધાંત રહ્યો છે.જો વોર્ડ નં. ૪ ની વાત કરીએ તો લોકો ના પાણી ના પ્રશ્ને કોઈ ખોટા નાટકો નહીં પરંતુ નક્કર કામગીરી કરવામાં આવશે. આ માટે જો કોંગ્રેસ પક્ષ નગરપાલિકા માં સતામાં આવશે તો સત્વરે પાણી નો પ્રશ્ન દૂર કરવામા આવશે. હાલ સિહોર માં પાણી ઉપરથી પૂરતા પ્રમાણ માં આપવામાં આવે છે પરંતુ માત્ર ને માત્ર શાસક પક્ષ અને તંત્ર ની અણ આવડત અને રેઢિયાળ વહીવટ ના લીધે જ લોકો પાણી ની તંગી ભોગવવી પડે છે. જો કોંગ્રેસ પક્ષ સતામાં આવશે તો આ વિતરણ વ્યવસ્થા સુધારવામાં આવશે. અને આ સાથે જો પાણી નો પ્રશ્ન દૂર નહીં થાય તો વોર્ડ નં. ૪ માં જયરાજસિંહ દ્વારા પોતાના ખર્ચે પાણી ન ડાર તેમ જ જરૂર પડે તો પાણીના ટાંકા ની વ્યવસ્થા કરી દેવામાં આવશે. આમ માત્ર રજુઆત નહીં પણ કોંગ્રેસ શાસનમાં નક્કર કામગીરી કરવામાં આવશે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
