મહુવા તાલુકાના કાળેલા ગામે ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા પાંચમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો. - At This Time

મહુવા તાલુકાના કાળેલા ગામે ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા પાંચમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો.


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કાળેલા ખાતે જય વેલનાથ સમૂહ લગ્ન મહુવા તાલુકા સમિતિ દ્વારા સમસ્ત ચુંવાળીયા ઠાકોર સમાજના પાંચમા સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેમજ સમાજ ખોટા રિવાજો છોડીને અન્ય સમાજની જેમ પ્રગતિ કરે તે માટે સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમૂહ લગ્ન સમારોહમાં સાધુ સંતોના આશીર્વાદ સાથે 19 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે સાધુ સંતો સમાજના આગેવાનો મહાનુભાવો સામાજિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image