જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ*
*જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ*
-------------
*ગેઝેટિયર કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામપંચાયતના સરપંચશ્રીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા*
-------------
ઈણાજ જિલ્લા પંચાયતના વી.સી. હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સદસ્યો, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પણ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના હસ્તે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અન્વયે ગામનો ઇતિહાસ/ગેઝેટિયર કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયત સિંધાજ, બોરવાવ અને પ્રશ્નાવડા તેમજ આર. જી.એસ.એ. યોજના અંતર્ગત પસંદગી પામેલા શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં વડનગર, બાદલપરા અને કાજલી ગામના સરપંચશ્રીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના મધુબનીથી પંચાયતી રાજ દિવસ-૨૦૨૫ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચૌહાણ સહિત ઉપસ્થિત સર્વેએ ઈણાજ જિલ્લા પંચાયત ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાનશ્રીના સંબોધનને નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પંચાયતી રાજ વ્યવસ્થા એ સત્તાના વિકેન્દ્રીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં વિકાસલક્ષી વિવિધ કાર્યો પ્રગતિ તળે છે. જિલ્લાની વિવિધ પંચાયત વિકાસશીલથી વિકસિત પંચાયત બનવા તરફની દિશામાં છે. આ કાર્યક્રમમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અન્વયે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃતમાં સમજૂતી આપવામાં આવી હતી.
જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે જ તમામ તાલુકા કક્ષાએ પણ પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમ અન્વયે વર્કશોપ યોજાઈ હતી. જિલ્લાના કુલ છ તાલુકા પંચાયત ખાતે તેમજ ૩૨૯ ગ્રામ પંચાયતોમાં પણ આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ગ્રામસભાઓ યોજાઈ હતી.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે
