ઉના તાલુકાના દેલવાડાના 93 મજુરો મનરેગા યોજના હેઠળ કામ ના મળતા તાલુકા પંચાયતે એક દિવસના પ્રતિક ઉપાસક પર બેઠા
ઉના ગીર સોમનાથ
ઉના તાલુકાના દેલવાડા ગામના 93 જેટલા શ્રમિકોએ મનરેગા યોજના હેઠળ કામ માટે તાલુકા પંચાયત તેમજ દેલવાડા ગામ પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ લાંબો સમય વીત્યા છતાં કામ ન મળતા આજરોજ ઉના તાલુકા પંચાયત કચેરીએ 93 જેટલા શ્રમિકો દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શ્રમિકોએ સૂત્રધાર સાથે તાલુકા પંચાયતમાં ધરણા પર બેસી ગયા હતા અને પોતાની કામની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશું એવી ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી જાડેજા સાહેબને પૂછતા એવું જણાવ્યું હતું કે દેલવાડા ગ્રામ પંચાયતને લેખિતમાં રજૂઆત કર્યા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર શ્રી ના નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું.
રિપોર્ટર માવજી વાઢેર ઉના
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.