ઉનામાં સીઆર પાટીલને આવકારવા ભાજપમાં થનગનાટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f52t1jbxyjzfsyzr/" left="-10"]

ઉનામાં સીઆર પાટીલને આવકારવા ભાજપમાં થનગનાટ


ઉના માં સી.આર. પાટીલને આવકારવા ભા.જ.પા માં થનગનાટ : પદાધિકારીઓની બેઠકમાં ૪૫૦ થી વધુ આગેવાનોની હાજરી નગરપાલિકાના સભાખંડમાં મળેલી બેઠકમાં અભૂતપૂર્વ તૈયારીઓને આખરી ઓપ સમગ્ર ગુજરાત રાજયમાં ચૂંટણીનો માહોલ જામી રહયો છે

ત્યારે , આગામી બીજી ઓકટોમ્બર ને રવિવારે ઉનામાં ભા.જ.પા ના પ્રદેશ અધ્યક્ષ સી .આર. પાટીલ પધારી રહયા છે . જેને લઈને પૂર્વ ધારાસભ્યશ્રી કે.સી. રાઠોડ નાં માર્ગદર્શન હેઠળ ૯૩ – ઉના વિધાનસભા ભા.જ.પે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે .

પ્રદેશ ભા.જ.પા અધ્યક્ષ સી.આર. પાટીલ તાઃ– ૦૨/૧૦/૨૦૨૨ ને રવિવારે ઉના માં કાર્યકર્તા મહાસંમેલન તથા રૂદ્રાક્ષ સીનેમાનાં ઉદ્ઘાટન માટે આવનાર હોય અધ્યક્ષને આવકારવામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અને આયોજન માટે ભા.જ.પા નાં ચુંટાયેલા પદાધિકારીઓ , સંગઠનનાં હોદેદારો અને બુથના પ્રમુખ અને કાર્યકરોની મીટીંગ ગત તા . ૨૯/૦૯/૨૦૨૨ ને ગુરૂવારે બપોરે ચાર વાગ્યે ઉના નગરપાલિકાનાં સભાખંડમાં મળેલ હતી .

જેમાં પૂર્વ ધારાસભ્યશ્રી કે.સી. રાઠોડ , જીલ્લા ભા.જ.પા નાં મહામંત્રી વિશાલભાઈ વોરા , તાલુકા ભા.જ.પા ના ઉના નાં પ્રમુખશ્રી બાબુભાઈ ચાહાણ , ગીરગઢડા તાલુકા પ્રમુખ કાળભાઈ રૂપાલા તથા શહેર ભાજપા નાં પ્રમુખ મિતેશભાઈ શાહ સહિત ૪૫૦ થી વધુ આગેવાનો ઉપસ્થિત રહયા હતાં અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી કાર્યકરોને ઉમટી પડવા હાકલ કરાયેલ ,

ઉના શહેરનાં ત્રિકોણબાગ ચોક સામે આવેલ રાવણાવાડી માં બપોરે ૧૧-૦૦ વાગ્યે મળનાર કાર્યકર્તા મહાસંમેલનમાં ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ઉમટી પડશે અને તમામ કાર્યકરો અગ્રણીઓ માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું ભા.જ.પા ની એક યાદીમાં જણાવાયુ છે .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]