દાદા ખાચર કોલેજના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલી યોજી: “મતદાન કરો”ના નારાથી માહોલ ગૂંજી ઉઠ્યો
અવસર લોકશાહીનો: પ્રથમ વખત મતદાન કરવા જતા યુવાનોમાં અનેરો થનગનાટ
ભક્તરાજ દાદા ખાચર કૉલેજ –ગઢડા ખાતે NSS વિભાગ, શારીરિક શિક્ષણ વિભાગ અને ઈલેક્ટ્રોલ ક્લબ આયોજિત સ્વીપ અને અવસર કેમ્પેઈન અંતર્ગત 'મતદાન જાગૃતિ રેલી' યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતાં. સાથોસાથ અધ્યાપકો અને બિનશૈક્ષણિક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સંસ્થાનાં આચાર્યશ્રી ડૉ. એચ.વી.સેંજલિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સ્વયંસેવકોએ સૂત્રોચ્ચાર કરીને ગઢડાની મુખ્ય બજારોમાં મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો. રેલીનું પ્રસ્થાન આચાર્યશ્રી ડૉ. સેંજલિયા, નાયબ મામલતદારશ્રી ઝેબલિયા, કાર્યક્રમ અધિકારીશ્રી ડૉ. વિરેનકુમાર પંડ્યા અને ડૉ. કોમલ શહેદાદપુરી, શારીરિક તાલીમ નિર્દેશક ડૉ. ચંદ્રકાન્ત ગોહેલ તેમજ અન્ય અધ્યાપકોએ કરાવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન કેમ્પસ એમ્બેસેડર હરેશ જાદવ અને પાયલ વણોદિયાએ કર્યું હતું. આયોજન એન.એન.એસ. વિભાગના કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યા તથા પ્રા. કોમલ શહેદાદપુરી તેમજ શારીરિક તાલીમ નિર્દેશક ડૉ. ચંદ્રકાન્ત ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.