દહેગામ ની ઘણી ગ્રામપંચાયતો માં મહિલા સરપંચ ના સ્થાને તેમના પતિ દ્વારા વહીવટ થતો હોવાની ચર્ચા
દહેગામ તાલુકામાં મહિલા સરપંચના હક અને અધિકાર પર તરાપ
સમાજના ઉત્થાન તેમજ વિકાસમાં મહિલાઓની સરખી ભાગીદારી રહે તે માટે સરકારે પંચાયતી રાજમાં મહિલાઓને 50 ટકા મહિલા અનામત બેઠક રાખી છે પરંતુ દહેગામ તાલુકાની પંચાયતોમાં સરકાર ના આ નિર્ણયની અવગણના થતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
મહિલાઓની 50 ટકાની ભાગીદારના નિયમ નો સરેઆમ થતો ભંગ છતાં તંત્ર કેમ મૌન છે તે જાહેર જનતામાં ચર્ચાઈ રહ્યું છે. દહેગામ ની 93 ગ્રામપંચાયત માં 49 મહિલાઓ ગામની સરપંચ છે જેમાં 40 ગ્રામપંચાયત માં સરપંચ ના પતિ પોતે વ્યવહાર કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે જેમાં પંચાયત માં જાતે જ ખુરશીમાં અડ્ડો જમાવી બેસી જાય છે અને જાતે જ સહી કરી આપે છે જયારે સરપંચ પતિ પોતે પંચાયતને લગતા કોઈપણ સરકારી કામો જેવા કે ગ્રામસભા,તાલુકા મથકે કોઈ સભા હોય કે પછી વિકાસને લગતી કોઈ મિટિંગ હોય તો મોટાભાગે મહિલા સરપંચને સ્થાને મહિલા સરપંચના પતિઓ હાજર હોય છે.કેટલાક કિસ્સામાં તો મહિલા સરપંચ ના સ્થાને તેમના પતિઓ ચેકમાં સહી કરતા જોવા મળ્યા છે.ગામડાની જનતાની પણ માંગ છે કે સરકાર મહિલા સરપંચના સ્થાને વહીવટ કરતા આવા મહિલા સરપંચના પતિ પર કોઈ મોટી કાર્યવાહી કરે.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
