તલોદમાં ટ્યુશન ક્લાસીસોમાં તપાસ, નોટિસની પ્રક્રિયા હાથ ધરાઈ - At This Time

તલોદમાં ટ્યુશન ક્લાસીસોમાં તપાસ, નોટિસની પ્રક્રિયા હાથ ધરાઈ


તલોદમાં ટ્યુશન ક્લાસીસોમાં તપાસ, નોટિસની પ્રક્રિયા હાથ ધરાઈ

(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ, સાબરકાંઠા)

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર ઇક્વિમેન્ટની ચકાસણીના આદેશને પગલે તલોદ પાલિકા દ્વારા શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં ચકાસણી હથ ધરાઈ હતી. જેમાં કેટલાક ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી સીસ્ટમ જોવા ન મળતાં નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

પાલીકાના વહીવટદાર અને તલોદ મામલતદાર ડી એલ રાઠોડે જણાવ્યું હતુ કે ચીફ ઓફિસર હિરેન સોલંકી અને તેમની ટીમે તલોદના ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની સિસ્ટમની ચકાસણી હાથ ધરી હતી. જેમાં ટ્યુશન ક્લાસિસના દરવાજા પર માત્ર એસ્તીગ્યુશર બોટલ, સીઓટુ ગેસની બોટલ રાખવામાં આવી હતી. પરંતુ ફાયર એનઓસી લીધેલી ન હોવાનું પ્રકાશમાં આવ્યું હતું અને બીયું પરમિશન લેવામાં આવી ન હતી. જેથી પાંચ જેટલાં ટ્યુશન ક્લાસીસ સંચાલકોને નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે.

*કયા ટયુશન કલાસીસમાં તપાસ કરાઇ?*

*પંચાલ ટ્યુશન ક્લાસિસ, વાહેગુરું ટ્યુશન ક્લાસિસ, અર્બુદા ટયુશન ક્લાસિસ, ક્રિષ્ના એજ્યુકેશન પ્લાઝા, ટેલેન્ટ ક્લાસિસ*


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.