ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વકતૃત્વ સ્પર્ધા અને રકતદાન કેમ્પ યોજાયો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા આજરોજ તારીખ 8/5/2024 ને બુધવાર ના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ ની ઉજવણીના ભાગરૂપે જસદણની આસ્થા શૈક્ષણિક સંકુલ અને જસદણ પબ્લિક સ્કૂલ સાથે સંકલન કરી ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માં વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં "માનવતાને જીવંત રાખીએ " વિષય પર ઘણા બધા બાળકોએ પોતાનું વક્તૃત્વ આપી વિશ્વ રેડ ક્રોસ દિવસના આ ઉજવણીના પર્વ પર ભાગ લીધેલો હતો અને તેમાંથી પ્રથમ દ્વિતીય અને ત્રીતીય ક્રમાંક આપીને બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોને રેડ ક્રોસ વિશે વિશેષમાં માહિતી અપાઈ હતી સાથે સાથે જુનિયર રેડક્રોસ અને યુથ રેડ ક્રોસ માં જોડાવા અપીલ કરાઈ હતી. આ ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખાના ચેરમેન શ્રી દિલીપભાઈ શીલુ અને વાઇસ ચેરમેન અને આસ્થા સ્કૂલ ના ટ્રસ્ટી કલ્પેશભાઈ છાયાણી એ બાળકો ને માનવતા ને કઈ રીતે જીવંત રાખી શકાય તેની માહિતિ આપી સંબોધ્યા હતા . સાથે સાથે 6/5/24 ના રોજ રક્ત દાન કેમ્પ નુ આયોજન કરાયુ હતુ જેમાં 102 બોટલ રક્ત પણ એકત્ર થયુ હતુંઆ ખુશી ના પર્વ નિમિતે રેડ ક્રોસ ના યતીન્દ્ર દિલિપભાઈ શીલુ , મેહુલભાઈ પરમાર ,ભરતભાઈ સુદાણી , દિનેશભાઈ ઝાપડિયા અને તમામ સ્ટાફ મીત્રો એ ભારે જહેમત ઊઠાવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.