ધંધુકામાં શ્રાવણ માસમાં એક કિલો કેળાના ભાવ માં રૂપિયા 20 નો વધારો થયો .
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રાવણ માસમાં એક કિલો કેળાના ભાવ માં રૂપિયા 20 નો વધારો થયો .
ચરોતર અને દક્ષિણ ગુજરાતની આવક ઘટતા:ભાવ ઉચકાણા કાચા કેળાની વેફર બનાવવામાં વપરાશ વધી.
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રાવણ માસના પવિત્ર તહેવારોમાં કેળાના ભાવ કિલો એ ₹20 નો વધારો થયો છે ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી કેળાની આવક ઘટતા કેળાનો ભાવ ઉચકાયો હોવાનો બહાર આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા ની સાથે કેળાના ભાવ ઉચકાણા છે ગત માસમાં 25 થી 30 રૂપિયા મળતા કેળા રિટેલમાં શ્રાવણ માસમાં રૂપિયા 50 ના ભાવે વેચાય છે એક કિલો કેળા 8 થી 9 નંગ થતા હોય છે તો એક નંગ ગ્રાહકને 9 થી 10 રૂપિયામાં પડે છે ઉપવાસના શ્રાવણ માસમાં ફરાળમાં કેળાનો ઉપાડ બજારમાં વધી જતો હોય છે ત્યારે ગત માસ કરતા શ્રાવણ માસમાં કેળા રીટેલમાં વધુ ₹20 ભાવથી લોકોને ખરીદવા પડે છે.
કેળાના ઉચકાયેલા ભાવ પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી કેળાની આવક ઘટી છે અને ત્યાંથી જ મોંઘા થયા હોવાનું બહાર આવ્યું છે ચરોતર અને દક્ષિણ ગુજરાતમાં કાચા કેળા માંથી વેફર બનાવી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે જેના કારણે કેળાનું વધુ સ્ટોક વેફર બનાવવામાં થાય છે જેના કારણે કેળાની આવક ઘટી છે અને ભાવ ઉચકાણા છે.
સૌ કોઈ શ્રાવણ માસમાં એકટાણા અને ઉપવાસ રહેતા હોય છે તેમના માટે ફળમાં સસ્તા કહેવાતા કેળા મોંઘા થયા છે કેળાની વેફર નો ભાવ ઊંચો મળે છે માટે વેફર બનાવવામાં વધુ કેળા વપરાય છે અને મોંઘા ભાવના કેળા ઉપવાસીઓને ન છૂટકે ખરીદવા પડે છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.