" ડભોઇ તાલુકાના તલાટી કમ મંત્રીઓએ પડતર માંગણીઓ અને હડતાલ અંગેનું આવેદનપત્ર આપ્યું " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/363mnnopbne1wylq/" left="-10"]

” ડભોઇ તાલુકાના તલાટી કમ મંત્રીઓએ પડતર માંગણીઓ અને હડતાલ અંગેનું આવેદનપત્ર આપ્યું “


રિપોર્ટ - નિમેષ સોની,ડભોઈ

ડભોઇ તાલુકા તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા આ કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાને લઇને ડભોઇ તાલુકા વિકાસ અધિકારી, નાયબ કલેકટર, મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓ કમ મંત્રીઓ આવતીકાલથી અચોક્કસ મુદત માટે હડતાલ ઉપર ઉતરવાના છે. ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા સન ૨૦૧૮ થી સતત પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારમાં લેખિત રજુઆત કરવા છતાં સરકાર દ્વારા તેઓના પડતર પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ ન આવતાં હડતાલ ઉપર જવાનું નક્કી કરેલ છે. આ અગાઉના વર્ષે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ જે તે સમયે પણ રાજ્યમાં નવીન સરકારની રચના કરવાની હોય એમ કહી ટુક સમયમાં પડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી સરકાર દ્વારા આપવામાં આવી હતી. જેના કારણે અગાઉ હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી. જે બાંહેધરીને આજે ૯ માસ જેટલો સમય વહી ગયો અને વારંવાર રજુઆત કરવા છતાં મંડળના એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહિ આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ આગામી તારીખ ૦૨/૦૮/૨૨ થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતારવાનું એલાન કર્યું છે. આ હડતાલ અંગેનું અને પડતર પ્રશ્નો અંગેનું આવેદનપત્ર પણ ઉપરી અધિકારીઓને સુપ્રત કર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]