સંઘર્ષ માનવીને ક્યા પહોચાડે એની ખબર ખુદ સંઘર્ષ કરનારને પણ નથી રહેતી: જેઠુરભાઇ ભમ્મર
ગરીબ તણી છે આ ગાથા,વાંચજો તમે આ વાત,
સૂર્ય ઉદય થાય છે જ્યારે,ત્યારે વિદાય લે છે રાત.
ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાના તાબાનું દેપલા ગામ. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તથા પશુપાલનનો છે. એક તો આ ગામ થોડુ અંતરિયાળ અને વળી આજથી પિસ્તાળીશ-પચાસ વરસ પહેલા આજ જેટલો શિક્ષણનો વ્યાપ હતો નહિ. ગામની શાળામાં જેટલા ધોરણ હોઈ એટલા ધોરણ સુધી માતા-પિતા તેમનાં સંતાનને ભણાવતા અને પછી ખેતી અથવા પશુપાલનમાં લગાડી દેતા.
આઠ દરસ વરસનો એક કિશોર પોતાની ભેંસોને ચારી રહ્યો છે. એક હાથમાં લાકડી છે અને બીજા હાથમાં પાણીની બોટલ છે. ગરીબ ઘર હોઈ પોતે ભણી શકતો નથી એનો વરવસો છે. અને ભાઈ ગરીબી તો એવી વસ્તુ છે કે એ તો જેને વીતે એને ખબર હોઈ. મનોમન નક્કી કરે છે કે આ રીતે તો જીવન નથી જીવવું, કંઈક કરી બતાવવું છે. અવાર નવાર વિચાર કરે છે પરંતુ ગરીબી નડે છે. અને ગરીબ માણસનો હાથ પકડનાર બહુ ઓછા માણસો હોઈ છે. થોડા વરસ બાદ એ યુવાન ભાવનગર આવે છે અને એક ચાની લારીમાં કામ કરે છે, આખો દિવસ કામ કરવાનું એના વળતર રૂપે બે ટાઈમ જમવાનું મળે, કોઈ વેતન નહિ. પણ આ યુવાન તો કોઈ અલગ સંકલ્પ લઈને ઘરેથી નીકળ્યો હતો. આ દરમ્યાન હિરા ઘરવાનો વ્યવસાય કરતા પ્રવિણભાઈ બચુભાઈ નામની વ્યક્તિ સાથે એમની મુલાકાત થઈ. એ મુલાકાત દોસ્તીમાં પરિવર્તન થતાં પ્રવિણભાઈએ આ યુવાનને હિરા ઘસવાનું શિખવાડ્યું અને આ રીતે આ યુવાન હિરા ઘસીને પોતાનું જીવન જીવે છે.
સંઘર્ષ માનવીને ક્યા પહોચાડે એની ખબર ખુદ સંઘર્ષ કરનારને પણ નથી રહેતી. કુદરત્ત પણ આ યુવાનનાં સંઘર્ષને જોતો હશે અને વધુ સંઘર્ષ ઈચ્છતો હશે. આ દરમ્યાન આ યુવાનની મુલાકાત ભીખાભાઈ ધનજીભાઈ કથરીયા નામના વ્યક્તિ સાથે થઈ અને એ થકી આ યુવાને રાત્રે રસ બનાવવાં જવાનું ચાલુ કર્યુ. દિવસે હિરા ઘસવાનાં અને રાત્રે રસ બનાવવા જવાનું. હિરા કરતાં રસ બનાવવામાં વધારે રસ લાગ્યો. ધીરે ધીરે એક દસકો નીકળી ગયો. રસ બનાવવામાં આ યુવાન પાવરધો બની ગયો. એમની આવડત,નિયત, નીતિ, પ્રમાણિકતાની સુવાસ અમુક માણસો સુધી પહોંચી જેના જોરે ગારીયાધાર સ્થિત એક મિત્ર એ એમને ગારીયાધાર બોલાવીને એક વરસનો માલ આપી કામ આપ્યુ. હવે આ યુવાનનાં સંઘર્ષનો સમય પાકી ગયો હતો. પછી ભંગારમાથી એક ફ્રીજ અને વજનકાંટો લાવી ભાડાની દુકાનમાં રસનો વ્યવસાય ચાલુ કર્યો. નસીબ હજુ થોડો સમય માંગતું હતુ. શરૂઆતમાં વ્યવસાય બરાબર ચાલતો નથી અને આ દરમ્યાન ઘરનાં સોના દાગીનાં ગીરવે મુકાય જાય છે. સ્વત્રંત વ્યવસાયનાં ત્રણેક વર્ષ બાદ એટલે કે ૨૦૦૫ માં માતાનું અવસાન થાય છે અને મૂશ્કેલીનો આભ તૂટી પડે છે. બીજી બાજુ પિતાજી અસાધ્ય બીમારીને કારણે પથારીવશ છે અને ઘર ખાલી છે, બાપની છત્રછાયા ભલાં કોણ ગુમાવવાં માગે. પોતાની વીસ વીઘા જમીન ગીરવે મુકીને પિતાની સારવાર કરાવે છે. અને ધીરે ધીરે એમનાં રસનો વ્યવસાય વધે છે. પછી તો પોતાની દુકાન, બધી ચીઝવસ્તુઓ પોતાની અને આજે તો ગામથી તાલુકા અને તાલુકાથી જિલ્લો અને એક જિલ્લાથી બીજો જિલ્લો એમ ભાવનગર અને અમરેલી જીલ્લા સહિત તમામ ગામડાઓમા 'ગોકુળ રસ' ખૂબ પ્રસિદ્ધ છે ને તેના માલિક એટલે આ યુવાન. આ યુવાનનું નામ છે જેઠસુરભાઈ માણસુરભાઈ ભંમર.
આજે એમનાં પર ઈશ્વરનાં ચાર હાથ છે. લીલા લહેર છે. કંઇ ઘટતું નથી હવે. આજે અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. પોતે ગરીબી જોઈ છે એટલે એ પોતે આજે ઘણા સેવાનાં કાર્યો કરી રહ્યા છે. ગરીબ પરીવારની દીકરીનાં લગ્નમાં બસોથી પાંચસો માણસોની રસોઈ વિનામૂલ્યે એટલે કે એકપણ પૈસો લીધા વગર આપે છે. આજે તો રસ, શિખંડ, આઈસ્ક્રીમ, કેરી વિગેરેનો જબરદસ્ત વ્યવસાય છે. એમની સેવાની સુવાસ આજે ઠેર ઠેર પ્રસરી રહી છે અને બીજી વાત કે... શ્રી જેઠસુરભાઈ બિલકુલ ભણેલ નથી. પોતાની કોઠાસૂઝથી આજે કરોડોનાં માલિક છે.
આ વાત એટલે કરી કે આપણા સૌ માટે આ વાત પ્રેરણાદાયક છે. અભણ અને ગરીબ માણસ શું કરી શકે એની આ વાત છે. આપણે ટીવીઓમાં, પુસ્તકમાં, પેપરમાં મોટા મોટા માણસોની સંઘર્ષ કથા વાંચીએ, કોઈ હિરા, ક્રિકેટર કે ઉદ્યોગપતિઓનાં સંઘર્ષ વાંચીએ પરંતુ આપણી આજુબાજુમાં, આપણા ગામમાં, આપણા ઓળખીતામાં કે મિત્ર સર્કલમાં ગુમનામ માણસોની સંઘર્ષગાથા કોઈને ખબર નથી અને ખબર હોઈ તો જાણવાને બદલે, 'આ ભાઈને એના નસીબે જોર કર્યુ' એમ કહીને ટાળી દઈએ છીએ ત્યારે હવે અમે આ પેજ પર આવી ગુમનામ વ્યકતિઓની સંઘર્ષગાથા પણ કંડારીશું. - બી.એન આહીર
અહેવાલ- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે
