ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ ગરબાડા પોલીસના આંખ આડા કાન.
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ!
ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે આજરોજ ચૂલનો મેળાનું આયોજન કરાયું છે ત્યારે આ મેળામાં હજારો લોકો મોજ માણવા માટે આવતા હોય છે ત્યારે ગાંગરડી ગામે પુલ ની બાજુમાં કેટલાક બૂટલેગરો જાણે ઠંડુ પીણું વેચી રહ્યા હોય તેમ ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે ગાંધીના ગુજરાત માં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં પોલીસની બેદરકારી કે હપ્તાખોરીના કારણે દારૂની ઘુષણખોરી કરવામાં આવતી હોય છે અને ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોય છે જ્યારે ઉલ્લેખનીય છે કે આ જગ્યાની બાજુમાં જ પોલીસના જવાનો ઊભા હતા છતાં પણ આંધળા હોવાનો ઢોંગ કરી બુટલેગરોને છાવરી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગરબાડામાં દારૂની રેલમછેલ ના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગરબાડામાં દારૂબંધી ના કાયદાનો કડકપણે અમલ થશે કે પછી જે સે થે ની પરિસ્થતિ યથાવત રહેશે.
ત્યારે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા બુટલેગરોને જોઈ એમ લાગી રહ્યું છે કે પોલીસે બુટલેગરોને શું દારૂનું વેચાણ કરવા માટેની છૂટ આપવામાં આવી છે?
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.