અમદાવાદ શહેર પોલીસને ત્રણ વર્ષની બાળકી ના અપહરણ થવાની માહિતી મળતા પોલીસ દોડતી થઈ.
મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ ત્રણ વર્ષની બાળકી નું અપહરણ થવાના મેસેજ ને કારણે અમદાવાદ શહેર દોડતી થઈ હતી, પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અરવિંદ સોમાભાઈ ડામોર રહે. સંતરામપુર દ્વારા પોતાની ત્રણ વર્ષની બાળકીનું નારોલ સર્કલ ખાતેથી બે અજાણી મહિલા અને એક પુરુષ દ્વારા અપહરણ થવાનો મેસેજ મળેલ હતો,
ત્રણ વર્ષની બાળકીના અપહરણ બાબતની ગંભીરતા સમજી મા.ઇન્ચાર્જ સેક્ટર - ૨ નીરજ બડગુજર ની સૂચનાથી ડી.સી.પી ઝોન ૬ મા.રવિ મોહન સૈની અને મા.એ.સી.પી પ્રદીપસિંહ જાડેજા જાતે ઈસનપુર પહોંચી ગયા હતા સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયેલ હતી, ઈસનપુર પી.આઈ બી.એસ. જાડેજા, કાગડાપીઠ પી.આઈ એસ. એ.પટેલ, નારોલ પી.આઈ આર.એમ. ઝાલા, ઝોન ૬ એલ.સી.બી ના પી.એસ.આઈ એમ.આર. બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, ક્રાઇમ બ્રાન્ચના પી. આઈ એલ.એન. ઘાસુરા અને ટીમ દ્વારા શાહવાડી નારોલ વિસ્તારમાંથી બાળકી રોશની ઉ.વ -૦૩ એક મહિલા સાથે મળી આવેલ હતી જે મહિલા અને બાળકીનો ફોટો ફરિયાદી ને બતાવતા પોતાની પત્ની અને અપહૃત બાળકી હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ગયેલ હતી,
જે ડીવિઝનના મા.એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફના હે.કો.મનીષભાઈ સહિતની ટીમ દ્વારા ફોન કરનાર અરવિંદ ડામોરને કડક હાથે પૂછપરછ કરવામાં આવતા કંટ્રોલ રૂમ માં ફોન કરનાર અરવિંદ ડામોર ભાંગી પડ્યો હતો અને પોતાની પત્ની અનીતાબેન દેવીપુજક નાં અગાઉ લગ્ન સુંદરભાઈ રાજુભાઈ દેવીપુજક રહે. નારોલ સાથે થયેલ હતા બાદમાં આ અરવિંદ ડામોર સાથે પ્રેમસંબંધ થતાં પોતાના પતિ સુંદર દેવીપુજક ને છોડી અરવિંદ ડામોર સાથે રહેવા આવી ગયેલ અને દીકરીનો જન્મ થયેલ હતો આજથી ચાર પાંચ દિવસ પહેલા પોતાના અગાઉના પતિ સુંદરભાઇ સાથે સંપર્ક કરી હવે તે તેની સાથે રહેવા માંગતી હોય પોતાની પુત્રીને લઈને આજથી ત્રણ ચાર દિવસ પહેલા અમદાવાદ સુંદર ભાઈ દેવીપુજક સાથે રહેવા આવી ગયેલ હોઈ પોતે પોતાની પુત્રી વગર રહી શકતો ના હોય અપહરણ ની વાર્તા બનાવીશ તો પોલીસ મારી દીકરીને તાત્કાલિક શોધી પોતાને કબ્જો સોપાવી દેશે તેવા આશયથી અપહરણ નો મેસેજ કર્યો હોવાની કબૂલાત કરવામાં આવી હતી,
આમ ત્રણ વર્ષની બાળકીના અપહરણની બાબતને ગંભીરતા સમજી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, બાળકી પોતાની માતા પાસે જ હોય અને અપહરણ થયેલ નાં હોય પોલીસે પણ હાશકારો મેળવ્યો હતો પોલીસ દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરનાર અરવિંદ ડામોરને પુત્રી પ્રેમના કારણે આવું કરેલ હોય સહાનુભૂતિ રાખી ભવિષ્યમાં આવું નહી કરવા સખ્ત સૂચના કરી સંવેદના રાખી કાર્યવાહી કરવાનું ટાળેલ હતું.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.