શામળાજી-હિંમતનગર હાઈવે પર ૧૨ કલાકમાં જ ટ્રક અને કારમાં ભીષણ આગ ભભૂકી ઊઠી
ઉનાળાની શરૂઆત સાથે જ અરવલ્લીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ડુંગર અને ખેતરોમાં અનેક જગ્યાએ આગ લાગ્યા બાદ હવે કાળઝાળ ગરમીમાં વાહનોમાં પણ આગની ઘટનાઓ સામે આવતાં વાહન ચાલકોમાં ભય ઉભો થયો છે. શામળાજી-હિંમતનગર હાઈવે પર માત્ર ૧૨ કલાકના સમયમાં જ એક કાર અને ટૂંકમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગના બંને બનાવોમાં ફાયર ફાઈટર દોડાવાયા હતા અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ બંને બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મોડાસા ફાયર ફાઈટર વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉનાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં દોઢ મહિનાના સમયગાળામાં જિલ્લામાં આગના ર૦થી વધુ બનાવો સામે આવ્યા છે. જેમાં હોળીના સમયગાળા દરમિયાન સૌથી વધુ ડુંગર ઉપર આગ લાગવાના ૧૦ વધુ બનાવો નોંધાયા છે. પાંચથી વધુ જગ્યાએ ખેતરોમાં આગ લાગી છે. જ્યારે આ વર્ષે ઉનાળામાં અત્યારસુધીમાં વાહનોમાં આગ લાગવાના ત્રણ કૉલ મોડાસા ફાયર વિભાગને મળ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.