વનવિભાગ ઊંઘતું રહ્યું, સુઈગામ પોલીસે લાકડાં ભરેલાં બે ટ્રેક્ટર ઝડપ્યાં. - At This Time

વનવિભાગ ઊંઘતું રહ્યું, સુઈગામ પોલીસે લાકડાં ભરેલાં બે ટ્રેક્ટર ઝડપ્યાં.


બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ, વાવ,ભાભર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કોઈપણ જાતના ડર વગર વૃક્ષછેદનની પ્રવૃત્તિ થઈ રહી છે,એક બાજુ સરકાર વધુમાં વધુ વૃક્ષો વાવવાનું અભિયાન કરી કરોડો રૂપિયા ખર્ચે છે,ત્યારે મોટા વૃક્ષોના છેદન સામે કોઈ કાર્યવાહી કરાતી ન હોઈ પર્યાવરણ પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે,વહીવટીતંત્ર ની નજર સામે ખુલ્લેઆમ લીલા લાકડાં ભરી સો મિલોમાં ઠલવાય છે,પણ કોઈ કાર્યવાહી થતી નથી,ત્યારે સુઇગામ પોલીસ સ્ટેશનના દબંગ પી.એસ.આઇ એ સુઇગામ હાઇવે પરથી લીલા લાકડાં ભરી નીકળેલા બે ટ્રેકટર પકડી પાડી સુઇગામ પોલીસ સ્ટેશને લાવી જરૂરી કાર્યવાહી માટે વન વિભાગને જાણ કરી હતી,
સુઇગામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એચ.એમ.પટેલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા,દરમ્યાન લીલા લીમડાના લાકડાં ભરી હાઇવે પર જતાં બે ટ્રેક્ટરને ઉભા રાખી બન્ને ટ્રેક્ટરોને સુઇગામ પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી માટે વનવિભાગને જાણ કરી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સરહદી વિસ્તારમાં લીલાં વૃક્ષોનું ખુલ્લેઆમ છેદન કરી લીલાં લાકડાં ભાભર તેમજ અન્ય શહેરોની સો મિલોમાં ઠલવાઇ રહ્યા છે,છતાં જવાબદાર વનવિભાગ કે મહેસુલી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,ત્યારે સુઇગામ પી.એસ.આઈ એ લીલા લાકડાં ભરી જતા બન્ને ટ્રેક્ટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં પોતાના સ્વાર્થ માટે કોઈપણ જાતના ડર વગર લીલાં વૃક્ષોનું નિકંદન કાઢી પર્યાવરણને નુકશાન કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.