શ્રી 27 એકડા સમાજ સાબરમતી દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
શ્રી 27 એકડા સેવા સમાજ સાબરમતી દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
ડભોડાનો શાહ પરિવાર ક્રિકેટ ટુર્નામેન્ટના સ્પોન્સર તરીકે ઉપસ્થિત રહ્યા અને ટ્રોફીનું વિતરણ કર્યું.
શ્રી 27 એકડા સેવા સમાજ અમદાવાદ સાબરમતી દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેના મુખ્ય સ્પોન્સર તરીકે ડભોડા ખાતે રહેતા શ્રી હંસાબેન સુમતિ લાલ શાહ પરિવારે ભાગ લીધો. જેમાં પ્રગ્નેશભાઈ ઉર્ફે પપ્પુ શાહ તેમજ તેમના ધર્મપત્ની સેજલ શાહ, જીગ્નેશભાઈ તથા પલ્લવી શાહ, મોક્ષિત, ટીસા, મોક્ષ , હાર્વી સહિત નો પરિવાર ઉપસ્થિત રહીને વિજેતા ટીમ તેમજ ભાગ લેનારા સભ્યોને શિલ્ડ તથા ટ્રોફીનું વિતરણ કર્યું હતું. પ્રજ્ઞેશભાઈની ટીમ અલ્ટીમેટ ફાઈટર્સ જેની સેમી ફાઈનલ રોયલ રજવાડા સાથે રમાઈ. બંને ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું. અંતમાં રોયલ રજવાડાનો વિજય થયો અને ફાઇનલમાં રોયલ રજવાડા અને ગડા ગદર વચ્ચે મુકાબલો થયો જેમાં ઘડા ગદરનો શાનદાર વિજય થયો. શ્રી 27 એકડા સમાજ દ્વારા પ્રજ્ઞેશભાઈ અને જીગ્નેશભાઈનું બહુમાન કરાયું હતું. વિનર અને રનર્સ અપને ખૂબ શાનદાર ટ્રોફીનું વિતરણ થયું . દરેક સારા પ્રદર્શન વાળા ખેલાડીઓને મેન ઓફ ધ મેચ નો એવોર્ડ આપવામાં આવ્યો. ડભોડામાં રહેતા ઉપરોક્ત સ્પોન્સર્સ દ્વારા ટુર્નામેન્ટ ખૂબ યાદગાર રહી 27 એકડા સાબરમતી સમાજનું પણ નામ રોશન કર્યું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
