ગુજરાતભરના મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓનાં આજે ગાંધીનગર ખાતે ધરણાં
આજરોજ ભારતીય મજદૂર સંઘ સંલગ્ન પી.એમ પોષણ શકિત નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘના ૨૭ જિલ્લાના પ્રમુખ મહામંત્રી સહિતની કારોબારી ઉપરાંત તમામ તાલુકાઓના પ્રમુખ મહામંત્રીઓ અને કારોબારી સભ્યો સાથે ૧૩૦૦ જેટલી વિશાળ સંખ્યામાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ની ગાઈડ લાઇન મુજબ એક દિવસીય ધરણાંનો કાર્યકમ આપાયો છે,પીએમ પોષણ શકિત નિર્માણ યોજના કર્મચારી સંઘના પ્રમુખ અને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ એવા રાજેન્દ્રસિંહ બી ચુડાસમા અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ સાથે પ્રદેશ અઘ્યક્ષ જીગ્નેશભાઈ મજુમદારજીની પ્રેરક ઉપસ્થિતિમાં કર્ણાવતી શહેરના પણ મુખ્ય પદાધિકારીઓ પણ આ કાર્યક્રમ ને બળ આપવા ઉપસ્થિતિ રહ્યા હતા.
રાજ્યભરના કર્મચારીઓ થયા સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈ પોસ્ટર બેનર અને સૂત્રોચાર સાથે કર્યો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,
પીએમ પોષણ શકિત નિર્માણ અને મધ્યાહન ભોજનના ખાનગી કારણ સંદર્ભે બજેટમાં જોગવાઈ અંગે વિરોધનો સુર ગુજરાત ભરના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે.
કેન્દ્ર સરકારના બજેટમાં 551 કરોડની જંગી રકમ તાલુકામાં કેન્દ્રીય રસોડા સ્થાપના અંગે વિરોધ
ખાનગી કંપનીઓ રસોઈ સોંપવામાં જોગવાઈ અંગે કર્મચારીઓ વિરોધ પ્રદર્શન
અગાઉ 18 માર્ચે જિલ્લા કચેરી આવેદન આપીને કર્યો હતો વિરોધ જેનો કોઈ ઉકેલ ના આવતાં આજે ગાંધીનગર ખાતે એકઠા થઈને ધરણાં યોજી વિરોધ કરાયો હતો.
જો નિરાકરણ ના આવે તો એપ્રિલ મહિનામાં ઉગ્ર આંદોલન ચીમકી પણ અપાઈ હતી.
સમગ્ર રાજ્ય ના તાલુકાના પ્રમુખોની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાથમિક તબક્કે એક દિવસીય ધરણાંનો કાર્યક્રમ આપી તાકીદે આ યોજનાનું ખાનગીકરણ રોકવાની ચીમકી આપી ,સરકાર જો અમારી માંગણીઓ ને ગંભીરતા થી નહિ લે તો અગામી દિવસો માં રાજ્ય સંઘ ના યોજના મૂજબ તાલુકા થી માંડીને રાજ્ય સુધી જિલ્લા બનાસકાંઠા આ યોજના ના તમામ કર્મીઓ સાથે લાખો કર્મીઓ પ્રચંડ આંદોલન ની રાહ પકડશે એવી આ એક દિવસીય ધરણાં ના કાર્યકમો માં ઉપસ્થિતિ ૨૮ જીલ્લાઓ ના પ્રમુખો ,મહા મંત્રીશ્રીઓ અને તાલુકા પ્રમુખો,મહામંત્રી શ્રીઓ એ એક જ સૂરમાં સર્વાનુમતે આહવાન કર્યું હતું.
ગાંધીનગર ખાતેના આ ધરણાં કાર્યક્રમમાં બનાસકાંઠાના સુઈગામ વાવ લાખણી ધાનેરા ડીસા દિયોદર ભાભર પાલનપુર દાંતા અમીરગઢ કાંકરેજ દાંતીવાડા તાલુકાઓમાંથી પણ પીએમ પોષણ શકિત નિર્માણ યોજનાના રસોઈયા,મદદનીશ અને સંચાલકો મોટી સંખ્યામાં આ વિરોધ કાર્યક્રમમાં જોડાઈને લડતને વેગવાન બનાવી હતી.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
