આજે શિહોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલિયાની રસી આપવવામાં આવી
`૦૮ ડિસેમ્બર ૨૦૨૪ રવિવાર` સવારે 10 કલાકે
સિહોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે સિહોર શહેર ના સામાજિક અગ્રણી શ્રીનાનુભાઈડાંખરા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના એસ.એમ.ઓ.શ્રી ડૉ અનુપસિંહ અને અર્બન હેલ્થ સેન્ટર સિહોર ના મેડિકલ ઓફિસરશ્રી ડૉ કલ્પેશ ભૂત દ્વારા પોલિયો બુથ નું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવેલ અને Snid પોલિયો ઝુંબેશના શુભારંભ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના શુભ હસ્તે બાળકોને પોલિયો ની રસી પીવડાવામાં આવેલ, તેમજ આ પોલિયો બુથ ઉદ્ઘાટન કાર્યક્રમ માં તાલુકા હેલ્થ કચેરીના તાલુકા હેલ્થ સુપરવાઈઝરશ્રી મયુરભાઈ ગોહિલ, અર્બન હેલ્થ સેન્ટર ના એસ.આઈ
શ્રી દિપકભાઈ નાથાણી, એન. ડી.નકુમ નર્સિંગ કોલેજના ટ્યુટરશ્રી,આરોગ્ય કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહિને સમગ્ર કાર્યક્રમ ની જહેમત ઉઠાવેલ,આમ આ પોલિયો ઝુંબેશમાં સિહોર તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો માં તમામ ૦ થી ૫ વર્ષ ના બાળકોને પોલિયો ની રસી પીવડાવીને રક્ષિત કરવામાં આવશે.રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.