વિસાવદરબ્રહ્મસમાજ પરશુરામ જન્મજયંતિ ની શોભાયાત્રા મોકૂફ રાખશે :ગિજુભાઈ - At This Time

વિસાવદરબ્રહ્મસમાજ પરશુરામ જન્મજયંતિ ની શોભાયાત્રા મોકૂફ રાખશે :ગિજુભાઈ


વિસાવદરબ્રહ્મસમાજ પરશુરામ જન્મજયંતિ ની શોભાયાત્રા મોકૂફ રાખશે :ગિજુભાઈ
પહેલ ગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોના આત્મકલ્યાણ અર્થે મહાઆરતી કરીપ્રાર્થનાકરશેવિસાવદર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેઓના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિ દરવર્ષે ધામધૂમથી ઉજવે છે અને સમગ્ર શહેરમાં વિવિધ ફ્લોટ્સ તૈયાર કરી ડી.જે.ના તાલ સાથે રાસ ગરબાની રમઝટ સાથે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી બ્રહ્મ સમાજ વાડી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન પરશુરામજીની મહાઆરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે તેમ આ વખતે પણ ભગવાન પરશુરામ ની જન્મ જ્યંતી ભવ્યરીતે ઉજવવાનું નક્કી કરી આયોજન કરવામાં આવેલ હતું અને તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી ત્યારે જમ્મુ કાશ્મીરમાં પહેલ ગામમાં આતંકવાદીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર માત્ર જાતિ પૂછીને હુમલો કરી નિર્દોષ લોકોની નિર્મમ હત્યાઓ કરવામાં આવેલ હતી જેનાથી જ સમગ્ર ભારત દેશની પ્રજા દુઃખ સાથે શોક મનાવી રહી છે ત્યારે વિસાવદર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિજુભાઈ વિકમાં દ્વારા તાત્કાલિક અસરથી વિસાવદર ગાયત્રીમંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની એક મિટિંગ બોલાવી જેમાં શોક ઠરાવ કરી મૃતાત્માના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રદ્ધાજલી આપવામાં આવેલ હતી તથા ભગવાન પરશુરામ ની જન્મ જયંતીની શોભાયાત્રા કાઢવાનું તથા જન્મ જયંતિ ઉજવવાનું મોકૂફ રાખવાનું નક્કી કરી માત્ર આ દિવસે મહાઆરતી કરી પહેલ ગામમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાજલી આપવાનું નકકી કરવામાં આવેલ છે.તેવું સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ગિજુભાઈ વીકમાં ની અખબાર યાદીમાં જણાવેલ છે
રિપોર્ટ હરેશ મહેતાવિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image