જેતપુરના ભોમધારમાં ગેસ લીકેજને લીધે થયેલ ભડકામાં દાઝેલ પરિણીતાનું મોત - At This Time

જેતપુરના ભોમધારમાં ગેસ લીકેજને લીધે થયેલ ભડકામાં દાઝેલ પરિણીતાનું મોત


જેતપુરના ભોમધારમાં રહેતી યુવતી ગત તા.૭ના રોજ દાઝી જતા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ શ્યામાબેન રાકેશ વર્મા (ઉ.૩૦) રાત્રે અગિયાર વાગ્યે ગેસ ચાલુ કરવા જતા ગેસ લીકેજ થયેલ હોવાથી ભડકો થતા દાઝી ગઇ હતી. આથી તેને જેતપુર સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી પરંતુ અહીં મોત નીપજ્યું હતું. વધુ મળતી માહિતી મુજબ તે મુળ યુપીની વતની હતી. તેનો પતિ બોઇલર કંપનીમાં કામ કરે છે. તેણીના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર છે.


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.