વિદેશી દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી
વિદેશી દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી
લોકસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બુટલેગરો વિરૂધ્ધ પાસાની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર કે.એસ.દેસાઇ નાઓએ વિદેશીદારૂના ગુન્હાઓ માં સંડોવાયેલ ઇસમ ધર્મેન્દ્રભાઇ ઉદ્દે ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે ધર્મીન વરજાગભાઇ પરમાર રહે. રાણપુર, કૃષ્ણનગર, તા.રાણપુર જી.બોટાદ વિરૂધ્ધ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપેલ જે દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.જીન્સી રોય સાહેબ નાઓએ મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેકટર ડો.જે.બી. પંડીત તથા એલ.સી.બી સ્ટાફે મજકુર આરોપીને રાણપુર ખાતેથી ધરપકડ કરી પાસા વોરંટની બજવણી કરી આરોપી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે ધર્મીન વરજાંગભાઇ પરમાર રહે.રાણપુર, કૃષ્ણનગર, તા.રાણપુર જી.બોટાદ વાળાને પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.