ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 17 વર્ષ પછી પાકિસ્તાનના પ્રવાસે પહોચ્યુ ઇંગ્લેન્ડ
અંતે પાકિસ્તાન ક્રિકેટ પ્રેમીઓની રાહ ગુરૂવારે પૂર્ણ થઇ હતી. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 17 વર્ષ લાંબા સમય પછી પાકિસ્તાનના પ્રવાસે પહોચી છે. ઇંગ્લેન્ડ પાકિસ્તાન વિરૂદ્ધ 7 ટી-20 મેચની સીરિઝ રમશે. ઇંગ્લેન્ડની ટીમ લંડનથી દૂબઇ થઇને કરાંચી પહોચી છે. એરપોર્ટથી હોટલ સુધી ટીમને પહોચાડવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઇંગ્લેન્ડના પ્રવાસને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.
ઇંગ્લેન્ડની ટીમ કરાંચી અને લાહોરમાં 7 ટી-20 મેચ રમશે. સીરિઝનો પ્રારંભ 20 સપ્ટેમ્બરે યોજાશે અને શરૂઆતની ચાર મેચ કરાંચીમાં રમાશે. બીજી તરફ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે સીરિઝની અંતિમ ત્રણ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં સીરિઝની તૈયારી પુરી થઇ ગઇ છે. સીરિઝની શરૂઆતની ચાર મેચ માટે ચાર પિચ તૈયાર કરવામાં આવી છે. 16 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ શરૂ કરશે. ગુરૂવારે ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર આજે પ્રેસને સંબોધિત કરી શકે છે.
ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં 7 મેચની ટી-20 સીરિઝ રમશે. 20 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે આ મેચ રમાશે. આ સીરિઝની શરૂઆતની 4 મેચ કરાંચીમાં રમાશે તે બાદ અંતિમ ત્રણ મેચ લાહોરમાં રમાશે. તમામ મેચ રાતના 8 વાગ્યાથી શરૂ થશે.
અંતિમ વખતે 2005માં ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન ગઇ હતી
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ અંતિમ વખતે વર્ષ 2005માં પાકિસ્તાનના પ્રવાસે ગઇ હતી, ત્યારે બન્ને ટીમ વચ્ચે 3 ટેસ્ટ અને 5 વન ડે મેચની સીરિઝ રમાઇ હતી. આ બન્ને સીરિઝમાં ઇંગ્લેન્ડે હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ સીરિઝમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. વન ડે સીરિઝમાં ઇંગ્લિશ ટીમને 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઇંગ્લેન્ડની ટી-20 ટીમ
જોસ બટલર (કેપ્ટન), મોઇન અલી, એલેક્સ હેલ્સ, હેરી બ્રૂક, સેમ કર્રન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સાલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટૉપલી, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ
રિઝર્વ ખેલાડી- લિયામ ડૉસન, રિચર્ડ ગ્લીસન, ટાઇમલ મિલ્સ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.