વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ, જેણે સામાન્ય માણસનું જીવન બદલી નાખ્યું
દેશ આજે PM મોદીનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ થયો હતો. તેઓ છેલ્લા આઠ વર્ષથી દેશના વડાપ્રધાન છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આવી અનેક યોજનાઓ શરૂ કરી છે, જેનો લાભ દેશના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચ્યો છે. આજે અમે એવી 5 યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે સામાન્ય માણસના જીવનમાં મોટો બદલાવ લાવી દીધો છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) 1 મે, 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ પછી, સરકાર દ્વારા 10 ઓગસ્ટ, 2021 ના રોજ ઉજ્જવલા યોજનાનો 2.0 અવતાર શરૂ કરવામાં આવ્યો હતો. PMUY હેઠળ, સરકાર BPL પરિવારોને મફત LPG ગેસ કનેક્શન પ્રદાન કરે છે. ઉજ્જવલા યોજના શરૂ થયા બાદ દેશમાં એલપીજી કવરેજ 2016માં 62 ટકાથી વધીને 2022માં 104 ટકા થઈ ગયું છે. છેલ્લા 6 વર્ષમાં ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું છે.
અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની મુખ્ય યોજના છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 મે 2015ના રોજ શરૂ કરી હતી. APYનો ઉદ્દેશ્ય દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પેન્શનની સુવિધા પૂરી પાડવાનો છે. APYનો લાભ 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. આ સ્કીમ લેનાર વ્યક્તિને 60 વર્ષની ઉંમર પછી 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનું પેન્શન મળશે.
પીએમ કિસાન યોજના
PM કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી, 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર ખેડૂતોને પ્રતિ વર્ષ 6000 રૂપિયાની સીધી નાણાકીય સહાય આપે છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
કેન્દ્ર સરકાર દ્વારા 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર નોન-કોર્પોરેટ અને નાના બિઝનેસ ચલાવતા લોકોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ ભૌતિક સોનાની માંગ ઘટાડવાનો હતો. સરકાર વતી આરબીઆઈ દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.