રાજ્ય સરકારથી નારાજ શિક્ષકોના મતો મેળવવા પેન્શન યોજનાને લઈને કોંગ્રેસે આપી રેવડી, કરી આ જાહેરાત - At This Time

રાજ્ય સરકારથી નારાજ શિક્ષકોના મતો મેળવવા પેન્શન યોજનાને લઈને કોંગ્રેસે આપી રેવડી, કરી આ જાહેરાત


ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી આંદોલનો કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે આજે કેટલાક શિક્ષકો માસ સીએલ પર છે. ત્યારે રાજ્ય સરકારથી નારાજ શિક્ષકોના મતો મેળવવા પેન્શન યોજનાને લઈને કોંગ્રેસે કમર કસી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે જાહેરાત કરી છે કે, અમારી સરકાર આવશે તો પેન્શન યોજના લાગું કરીશું. ખાસ કરીને રાજસ્થાનમાં અશોક ગેહલોતે પેન્શન યોજના લાગુ કરવાની ગેરન્ટી આપી છે.

ત્યારે અત્યારે પણ ગુજરાતમાં આ મામલે સળગતો પ્રશ્ન છે ત્યારે ગઈ કાલે જ સરકારે તેમાંથી કેટલીક માંગોને ગ્રાહ્ય રાખી છે પરંતુ આ માંગો સંતોષકારક ના હોવાથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે ગેરન્ટી આપી છે. જો અમારી સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે આમ ઓપીએસ મુદ્દે મોટી જાહેરાત કરી છે. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરી શકીશું. તેમણે વધુમાં કહ્યું કે, અન્ય રાજ્યોમાં લાગુ થઈ શકે છે તો ગુજરાતમાં કેમ નહીં. ગુજરાતના આ કર્મચારીઓને લાભ કેમ નથી મળતો તેમ કહ્યું હતું.

મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ સહીતના કેટલીક સ્કૂલોના શિક્ષકો માસા સીએલ પર છે. એક દિવસ માટે તમામ શિક્ષકો આજે સીએલ પર જિલ્લાના ઉતર્યા છે. ત્યારે કોંગ્રેસે પણ આ મામલે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon