ગુજરાતના તમામ રેવન્યુ કચેરીઓ સમક્ષ ચાલતા કેસોમાં તમામ પેપર્સની નકલો આપવા આદેશો કરવા ટિમ ગબ્બરની માંગણી - At This Time

ગુજરાતના તમામ રેવન્યુ કચેરીઓ સમક્ષ ચાલતા કેસોમાં તમામ પેપર્સની નકલો આપવા આદેશો કરવા ટિમ ગબ્બરની માંગણી


ગુજરાતના તમામ રેવન્યુ કચેરીઓ સમક્ષ ચાલતા કેસોમાં તમામ પેપર્સની નકલો આપવા આદેશો કરવા ટિમ ગબ્બરની માંગણીવિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા-એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા મુખ્યમંત્રી શ્રી,
રેવન્યુ મંત્રીશ્રી,
રાજ્યપાલશ્રી,
તમામ જીલ્લા કલેક્ટરશ્રીઓ,
તમામ જિલ્લા મામલતદાર શ્રીઓને રજુઆત કરી જણાવેલ છે કે, ગુજરાતની લગભગ મોટાભાગની રેવન્યુ કચેરીમાં કરવામાં આવતી અપીલો કે રિવિઝનની અરજી દાખલ થાય ત્યારે રજૂ થયેલ તમામ નકલો સામાપક્ષને આપવાની જોગવાઈ હોવા છતાં તેનો અમલ કરવામાં આવતો ન હોય તેવી સતત ફરિયાદો મળી રહી છે અને જ્યારે એક થી વધુ સામાવાળાઓ હોય ત્યારે એકથી વધુ નકલો કેસ દાખલ કરનાર પાસેથી લેવામાં આવે અને આવી તમામ નકલો જેની સામે જે દસ્તાવેજો ને આધારે અથવા તો જે દસ્તાવેજો બાબતે કેસ થયેલ હોય તેની તેને જાણ થાય આ તમામ નિયમો મામલતદાર કચેરી,પ્રાંત અધિકારીની કચેરી તથા કલેકટર કચેરી અને મહેસુસ સચિવની કચેરીમાં પણ એક સરખી લાગુ કરવા અને નિયમ મુજબની કાર્યવાહી કરવી જરૂરી હોય ઉપરોક્ત બાબતે અમારી રજુઆત ધ્યાને લઈને અમારી આ રજુઆત અંગે નિર્ણય તાત્કાલિક અસર થી લેવા યોગ્ય કરવા ટિમ ગબ્બર ની રજુવાત છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.