ફેમીલી કોર્ટ, સાબરકાંઠા ખાતે હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ખાતે કાઉન્સેલરની નિમણુક કરવામાં આવશે - At This Time

ફેમીલી કોર્ટ, સાબરકાંઠા ખાતે હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ખાતે કાઉન્સેલરની નિમણુક કરવામાં આવશે


ફેમીલી કોર્ટ, સાબરકાંઠા ખાતે હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ખાતે કાઉન્સેલરની નિમણુક કરવામાં આવશે
**
ફેમીલી કોર્ટ, સાબરકાંઠા ખાતે હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ખાતે કાઉન્સેલરની સરકારશ્રીના વખતો વખતના નોટીફીકેશન મુજબ માનદ વેતન પ્રમાણે આધારીત નીમણૂંક કરવાની થાય છે. જે અંગેની વિગતવારની જાહેરાત તથા અરજીનો નમુનો ફેમીલી કોર્ટ, સાબરકાંઠા ખાતેથી અથવા જીલ્લા અદાલત સાબરકાંઠાની વેબલાઈટ Sabarkantha.dcourts.gov.in ઉપરથી ડાઉનલોડ કરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓના અરજી ફોર્મ બંધ કવરમાં તારીખ: ૦૧/૦૭/૨૦૨૪ ના સવારે ૧૦:૩૦ વાગ્યાથી તારીખ: ૦૮/૦૭/૨૦ર૪ ના સાંજના ૦૬:૧૦ વાગ્યા સુધી રૂબરૂ અથવા રજીસ્ટર પો.એ.ડી. દ્વારા ફેમીલી કોર્ટ, સાબરકાંઠા ખાતે મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી કે ધ્યાને લેવામાં આવશે નહી. તથા તા. ૦૮/૦૭/૨૦૨૪ ના રોજ સાંજના ૦૬:૧૦ પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.ઈન્ટરવ્યુ ની તારીખ: ૧૮/૦૭/૨૦૨૪ થી ૨૦/૦૭/૨૦ર૪ ની રહેશે તેમ મુખ્ય જજ ફેમિલિ કોર્ટ સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવેલ છે.

૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.