સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી પાસેથી છરી નીકળી, પોલીસે પહોંચવામાં ઢીલ કરી ત્યાં ભાગી છૂટ્યો - At This Time

સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી પાસેથી છરી નીકળી, પોલીસે પહોંચવામાં ઢીલ કરી ત્યાં ભાગી છૂટ્યો


રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયેલ દર્દી પાસેથી છરી નીકળતા ડોકટર અને હાજર સ્ટાફ ચોંકી ગયો હતો. તુરંત પોલીસને જાણ કરાઈ હતી પણ પોલીસે પહોંચવામાં ઢીલ કરતા આ શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, આજે સવારે પાંચ વાગ્યે હોસ્પિટલ ચોક પાસે, મોચી બજાર નજીક ખટારા સ્ટેન્ડ પાસે અજાણ્યો આશરે 27 વર્ષની ઉંમર વાળો યુવક અર્ધ બેભાન હાલતમાં પડ્યો હતો. જેથી કોઈએ 108માં ફોન કરતા આ યુવકને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ યુવક ઇમરજન્સી વિભાગમાં દાખલ થયા પછી જાણ થઈ હતી કે, તેની પાસે મોટી છરી છે. આ અંગે પ્રથમ તો ડોકટરે એમએલસી જાહેર કરેલ અને છરી હોવાની જાણ કરી હતી. હોસ્પિટલમાં ચર્ચા થવા લાગી હતી કે, છરી સાથે આવેલો દર્દી કોણ છે? આ તરફ એ. ડિવિઝન પોલીસને એમએલસી અંગે જાણ કરાઈ હતી.
પણ પોલીસે પહોંચવામાં ઢીલ કરતા દર્દી ડોક્ટરની રજા વગર જ ભાગી ગયો હતો. સૂત્રો તરફથી વિગત મળી હતી કે, આ શખ્સ સરકારી પ્રેસમાં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરે છે. જોકે આ અંગે હકીકત તપાસ કરવી જરૂરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.