સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, શ્રમ, રોજગાર અને નાગરિક ઉડડયન મંત્રી શ્રી બળવંતસિહ રાજપૂત ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, શ્રમ, રોજગાર અને નાગરિક ઉડડયન મંત્રી શ્રી બળવંતસિહ રાજપૂત ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ


(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, શ્રમ, રોજગાર અને નાગરિક ઉડડયન મંત્રી શ્રી બળવંતસિહ રાજપૂત ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
***
માનવીય અભિગમ અને સંવેનશીલતા સાથે ઝડપી સહાય આપવી, વરસાદ બાદ મચ્છર જન્ય અને પાણી જન્ય રોગો ન ફેલાય તે માટે વ્યવસ્થા કરવી - જિલ્લા પ્રભારી મંત્રીશ્રી
***
સાબરકાંઠા જિલ્લા પ્રભારી શ્રી અને ઉદ્યોગ, શ્રમ રોજગાર અને નાગરિક ઉડડયન મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત અધ્યક્ષતામાં આપતિ વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહી કામગીરી અંગે પ્રભારી મંત્રી શ્રીને જાણકારી આપી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા વહિવટી તંત્રને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિ સારી છે. છતાં આવનાર સમયમાં વધુ વરસાદ આવે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો દરેક પરીસ્થિતિને પહોચીવળવાની તૈયારી રાખવા તેમજ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
તમામ તાલુકા કક્ષામાં ઉપલબ્ધ સાધન સામગ્રીની ખરાઈ કરી તેને રેડી ટુ યુઝ માટે તૈયાર. લો-લાઈન કોઝ-વે પર પાણી પસાર થતું હોય ત્યારે જરુરી બંદોબસ્ત ગોઠવવા. નદી અને નાળા તથા નીચાણ વાળા વિસ્તારમાં લોકો અવરજવર ન કરે તેની ખાતરી કરી જરુરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી કોઇ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવાની રહેશે.
નીચાણવાળા વિચારોમાં પાણી આવવાની શક્યતા હોય તેવા ગામો અને અન્ય વિસ્તારોમાં પણ તરવૈયા અને આપદા મિત્રોનું લેટેસ્ટ લીસ્ટ તૈયાર રાખવું, જિલ્લામાં સગર્ભા મહિલાઓને આઈડેન્ટીફાઈ કરી જરુર જણાય તેમને સલામત સ્થળે રાખવા તથા ઈમરજન્સી મેડીકલ સર્વિસ ઉપલબ્ધ થાય, સ્નેક બાઇટ માટે વેક્સિન ઉપલબ્ધ થાય તે જોવા ખાસ જણાવ્યું હતું. તાલુકા કક્ષાએ તમામ આરોગ્ય અધિકારીશ્રી - કર્મચારીશ્રીઓએ જરુરી તમામ દવાના જથ્થા સાથે હાજર રહેવું તથા તે માટે જરુરી કાર્યવાહી થાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવે. પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે જરુરી વ્યવસ્થા કરવા બાબત. સ્થળાંતરની પરિસ્થિતિમાં આશ્રય સ્થાનોની ખરાઈ કરાવી આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.
પાણી ભરાવાની શક્યતાઓ હોય તેવા ગામ અને સ્થળોની મુલાકાત લેવા, ભયજનક મકાનો સહિતની બાબતોની યાદી તૈયાર કરી જરુરી કાર્યવાહી કરવામાં કરવા સુચન કર્યા હતા. એલર્ટ તથા હાઈ એલર્ટ પર રહેલ ડેમો અને નદીઓની સમીક્ષા કરવા તથા સાવચેતીના પગલા લેવા. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. વૃક્ષો ધરાશાયી થવાના કારણે રોડ બ્લોકની સમસ્યા ન ઉદ્ભવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તમામ વિભાગના અધિકારીશ્રીને સોંપવામાં આવેલી કામગીરી સંકલનમાં રહી માનવીય અભિગમ અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે વરસાદ બંધ થાય ત્યારે ખાસ વહિવટી તંત્રએ સાવચેતી રાખી પાણી જન્ય રોગો, મચ્છર માખીનો ઉપદ્રવ ન થાય તે માટે દવા છંટકાવ વગેરે સુનિશ્ચિત થાય, પીવાના પાણીનું ક્લોરીનેશન થાય તે જરૂરી હોય તકેદારી રાખવા જણાવ્યું હતું.
જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો ઉપલબ્ધ હોય તેની ખરાઇ કરવા, તેમજ પશુ મરણ, માનવ મૃત્યુ સહાય તાત્કાલિક માનવીય અભીગમ અને સંવેદશીલતા સાથે કામ કરવા જણાવ્યું તેમજ કોઈ પણ પ્રકારની સરકારની સહાયની જરૂર હોય તો તે તાત્કાલિક મળી રહેશે.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ. મુરલી ક્રિષ્ણા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટર શ્રી ડો રતન કંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, પ્રાંત અધિકારીશ્રી, ડિઝાસ્ટર મામલતદાર શ્રી હેમાંગીનીબેન તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.