લીલીયા મોટા P.I આઈ.જે. ગીડા એ નવરાત્રી પર્વ ને લઈ ને બેઠક યોજી - At This Time

લીલીયા મોટા P.I આઈ.જે. ગીડા એ નવરાત્રી પર્વ ને લઈ ને બેઠક યોજી


લીલીયા ના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેઠક યોજાઈ

લીલીયા મોટાના નવનિયુક્ત P.I આઈ.જે.ગીડા એ તારીખ 2/10/2024 ના રોજ રાત્રે 8 કલાકે ગરબા મંડળના આયોજકો સાથે તેમજ લીલીયા ના શેરી ગરબા ના આયોજકો તેમજ લીલીયા ના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેઠક યોજી આ બેઠકમાં કડવા પાટીદાર સમાજના પ્રમુખ બાબુભાઈ ધામત,સરપંચ જીવનભાઈ વોરા,તાલુકા ભાજપ પ્રમુખ ભનુંભાઈ ડાભી,કેપ્ટન ધામત,બહાદુર ભાઈ બેરા,સહિતના લીલીયા ગરબી મંડળના આયોજકો આ બેઠક માં ઉપસ્થિત રહેલ જ્યારે લીલીયાના નવનિયુક્ત P.I આઇ.જે.ગીડા દ્વારા આવેલ અગ્રણી ઓ ને કહેવામાં આવ્યું કે તમામ ગરબી મંડળ ઉપર અસામાજિક તત્વો કે અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા કોઈપણ ગુપ્ત રીતે વિડીયો શુટીંગ કે ફોટોગ્રાફી કરતા હોય તેવું ધ્યાને આવે તો તુરંત લીલીયા પોલીસનો સંપર્ક કરવો જે અંગે લીલીયા પોલીસ દ્વારા નંબર જાહેર કરવામાં આવેલ છે 02793-237542 નંબર પર આવા ઈસમોની જાણ કરવી તેમ જ લીલીયા પોલીસની મદદ આ ટેલિફોન નંબર પર માગી શકશો. પી.આઈ.ગીડા દ્વારા હોમગાર્ડ તેમજ જી.આર.ડી.ના જવાનોને નવરાત્રી દરમિયાન પોતાના ફરજ અંગે વાકેફ કરવામાં આવેલ લીલીયા તાલુકાના 37 ગામ ના જી.આર.ડી જવાનોને તમામ ગામમાં ચાલતા ગરબા મંડળો તથા શેરી ગરબા પર જ્યાં સુધી ગરબા પૂર્ણ ન થાય ત્યાં સુધી જરૂરી પેટ્રોલિંગ તથા ફિક્સ પોઇન્ટ ફાળવવામાં આવેલ તેમ જ કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ અને લીલીયા પોલીસ તેમજ ગામડા ઓમાં પી.સી.આર.વાન દ્વારા સઘન પેટ્રોલિંગ રાખવા બાબતે પણ P.I દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ તેમજ મોટી ગરબી મંડળ/મંડળી તથા ગરીબી ઓમાં ચાલતા ગરબા ઓમાં કોઈપણ લુખ્ખા તત્વો કે અસામાજિક તત્વો દ્વારા રાસ રમતા બેન દીકરીઓ પર કોઈ ગુપ્ત રીતે વિડિયો શુટીંગ કે ફોટોગ્રાફી ન કરે તે સારું લીલીયા પોલીસ જવાનોને ગુપ્ત પહેરવેશમાં સઘન પેટ્રોલિંગ કરવા બાબતે પણ સુચના આતકે આપવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.