શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ
ગત તારીખ 13 અને 14 ના રોજ શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા પરિવારના યુવાઓ માટે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા પરિવાર ના યુવા પ્રમુખ શ્રી નીતિન વઘાસીયા જણાવ્યું કે વર્તમાન સમયમાં સમાજ માં ડ્રગ્સ નું દુષણ દિવસે ને દિવસે વધતું જાય છે, ત્યારે તેની જાગૃતિ માટે પરિવાર ના પ્રમુખ શ્રી ડો. જગદીશ વઘાસિયા ના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું, આ ટુર્નામેન્ટમાં સુરતમાં વસતા શ્રી વઘાસીયા પરિવારના યુવાનો ની આઠ ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પરિવાર ના યુવા મહામંત્રી પરેશ વઘાસિયા ના સંકલન થી શ્રી અંકુર વઘાસિયા, શ્રી હારિત વઘાસિયા તેમજ શ્રી ભુપેન્દ્ર વઘાસીયા દ્વારા કરવામાં આવેલ, બે દિવસીય કાર્યકમ અંગે વધુ માહિતી આપતા પરિવારના મહામંત્રી નિખિલ વઘાસીયા જણાવ્યું કે Say No to Drugs નો સંદેશ સાથે બે દિવસ ની ટુર્નામેન્ટ માં રવિવારના દિવસે ગુજરાત નારકોટીક્સ બ્યુરો ના અધિકારી શ્રી પરવેશ સિંઘ તેમજ અન્ય ઓફિસરો એ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત 120 ખેલાડી ઉપરાંત 300 જેટલા પ્રેક્ષકોની હાજરીમાં નારકોટિક્સ વિભાગની કાર્ય પદ્ધતિ જાણકારી આપેલ તેમજ યુવાઓને આ ડ્રગ્સ ના દુષણ થી દૂર રહેવા માટે અપીલ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા ટીમે ભારે જહેમત ઉઠાવેલ . પરિવાર ના ટ્રસ્ટી શ્રીઓ , પૂર્વ પ્રમુખ શ્રીઓ , સ્પોન્સર્સ તેમજ મહિલા ઓ ઉપસ્થિત રહી ખેલાડીઓ નો ઉત્સાહ વધારેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.