નિવૃત્ત કર્મીને કોન્ટ્રાક્ટ પર રાખતી મનપાને ઠપકો, હવે યુવાનોને તક આપો
નિમણૂક આપીને મંજૂરી માગવાની પ્રક્રિયા બંધ કરવા શહેરી વિકાસ વિભાગની સ્પષ્ટ સૂચના
મનપામાંથી પોતાના હક્ક હિસ્સા લઈને નિવૃત્ત થઈ ગયા બાદ પેન્શન ચાલુ હોય ત્યારે ફરી તેમની તે જ હોદ્દા પર કરાર આધારિત નિમણૂક કરીને યુવાનોને નોકરી ન આપવાના દાવ થાય છે. રોજગારીની તક પૂરી પાડવાને બદલે જે તક છે તે પણ છીનવવા માટે થતા પ્રયત્નો પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવી ફટકાર આપી છે.
મનપાના આરોગ્ય વિભાગ અને સેક્રેટરી વિભાગમાં નિવૃત્તિ બાદ પદાધિકારીઓ અને અધિકારીઓના વહાલા થઈને સરકારની ‘મંજૂરીની અપેક્ષા’ એવી ચોપડે નોંધ કરી ફરીથી નોકરી પર રાખી લેવાતા હતા અને તેમાં પણ બે વખત મંજૂરી મળી જતા છૂટો દોર મળી ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.