વિરપુરના ડેભારી ગ્રામ પંચાયતમાં આવેલ કેડવાપુરા ગામે વરસાદી પાણીમાં અવર જવર કરવા મજબુર…
દર ચોમાસામાં તળાવનું પાણી રસ્તા પર આવી જતા ૧૫ દિવસથી વરસાદી પાણીમાં અવર જવર કરવા મજબુર...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયત આવેલ કેડવાપુરા ગામના ગ્રામજનોને ધુટણસમા વરસાદી પાણીમાં જવા મજબૂર બન્યા છે ત્યારે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે તો બીજી તરફ દર ચોમાસામાં તળાવનું પાણી રસ્તા પર આવી જતા અવર જવર કરવા ભારે હાલાકી વેઠવી પડી રહી છે હાલ તાલુકામાં વરસાદે વિરામ લીધાને લગભગ ૧૫ દિવસ થવા આવ્યા હોવા છતાં ડેભારી ગામથી કેડવાપુરા ગામ જવાના રસ્તે વરસાદી પાણી યથાવત રહેતા ગ્રામજનોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ૧૫ દિવસ અગાઉ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના પગલે તાલુકાના મોટાભાગના તળાવો ઓવરફ્લો થયા છે જેમાં દાતલા ગામનૂ તળાવ ઓવરફ્લો થતાં જેનું પાણી કેડવાપુરા ગામને જોડતા મુખ્ય રસ્તા પરથી પસાર થાય છે જે પાણીમા ગ્રામજનો ૧૫ દિવસથી પાણીમાં અવર જવર કરવા મજબુર થયા છે દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ રસ્તાની સ્થિતિ દયનીય બની જાય છે લાંબા સમય સુધી પાણી ભરાયેલ રહેતા પાણીમાંથી દુગર્ધ મારે છે જે સ્થાનિક રહીશો અને શાળાની વિદ્યાર્થિનીઓને પાણી જન્ય બિમારીનો શિકાર બનાવે તેવી સ્થાનિકો ભીંતી અનુભવી રહ્યા છે ત્યારે આ રસ્તા પર પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.