રેલનગરમાં રહેતી પરિણીતાએ લાલપરી મફતિયામાં રહેતા પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી
રેલનગરમાં રહેતી પરિણીતાએ લાલપરી મફતિયામાં રહેતા પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. લગ્નજીવન દરમિયાન પતિ મારકુટ કરતો અને સાસુ, નણંદ, દિયર સહિતનાએ ઘરમાંથી કાઢી મુક્યાનો નસીમબેન સોરાનો આક્ષેપ કર્યો છે.
મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદી નસીમબેન (ઉ.વ.36)એ જણાવ્યું હતું કે, મારા પિતાનું નામ હુસેનભાઈ હિંગરોજા છે. હું હાલ રેલનગરમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહું છે. પ્રાઇવેટ નોકરી કરું છું. મેં એમ.એ, બી.એડ સુધી અભ્યાસ કરેલ છે. મારા લગ્ન તા.25/4/2010 ના રોજ દિલાવર મામદ સૌરા સાથે થયેલા. સંતાનમાં બે બાળકો દિકરી ઉ.વ.12 અને દિકરો ઉ.વ.10નો છે.
લગ્ન જીવન બાદ હું પતિ દિલાવર, સાસુ-રેમતબેન, ત્રણ નણંદો-જીન્નતબેન, ફરજાનાબેન, અફસાનાબેન તથા નણદોયા-ફીરોજભાઈ દિયર-સુલતાનભાઈ અને દેરાણી- સાહીત્સાબેન સાથે સંયુક્ત પરીવારમાં રહેવા ગયેલ અને લગ્નના બીજા દિવસથી સાસરીયા વાળાઓ મારી સાથે ઝગડો કરવા લાગેલ. સાસુ મેણાં મારતા. હું આઠ મહીના પ્રેગ્નેન્ટ હતી ત્યારે મારા પતિ મને હોસ્પિટલ રૂટીન ચેકઅપ માટે લઈ ગયેલ બાદ પરાણે મને મારા પિયર મૂકી ગયેલા અને પિયરમા પણ મારી સાથે ઝગડો કરેલ.
પછી સમાધાન કરી તેડી જતા. મનમેળ ન રહેતા તા.22/09/2019માં છુટાછેડાનો નોટરી કરાર કરાવેલ. પણ બાળકોના ભવિષ્યનો વિચા2 કરી ફરીથી પતિ સાથે રહેવા ગઈ હતી. દરમિયાન પણ પતિ મારકુટ કરતા હતા. સાસુએ મને કહેલ કે તુ તારી ઓલાદને લઈને તારા બાપના ઘરે જતી રહે મારા દિકરાને તો હું સાંજ પડ્યે અઢાર પરણાવીસશ. મેં ત્રાસથી મહિલા પોલીસમાં અરજી કરી હતી પછી રાજીખુશીથી નોટરી કરાર કરાવી ફરી છુટાછેડા લઈ લીધેલ.
ત્યાર બાદ પણ અમારા પતિ-પત્નિ તરીકે ના સબંધો ચાલુ હતા અને તે અવાર નવાર ઘરે આવતો અને પત્નિ તરીકે સંબંધ રાખતો. હુ અને મારા બાળકો મારા ઘરે ગયેલ તો મારા સાસુ રેમતબેન અને મારા નણંદ ફરજાનાબેન તથા દિયર-સુલતાનભાઈ તથા દેરાણી સાહિત્સા બધાએ સાથે મળીને તુ ઘરની બહાર નીકલ અહીયા તારૂ કઈ છે નહી તેમ બોલી બધા મને અપશબ્દો કહ્યા હતા. જે પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.