સંતરામપુર તાલુકાના મોટી ભૂગેડી ગામે વિકસિત ભારત યાત્રા પહોંચતા ગ્રામજનોએ યાત્રાને હર્ષભેર આવકારી
મહીસાગર જિલ્લા સહિત સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. આ યાત્રા થકી નાગરિકોને પોતાના ઘરઆંગણે જ સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી તથા લાભ મળી રહ્યાં છે. ત્યારે મહીસાગર જિલ્લામાં આજરોજ સંતરામપુર તાલુકાના મોટી ભુગેડી ગામે વિકસિત ભારત યાત્રા પહોંચતા ગ્રામજનોએ યાત્રાને હર્ષભેર આવકારી લીધી હતી.
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ. ઉપરાંત લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી ઝુબાની" થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. આ સાથે મેડિકલ કેમ્પ તથા યોજનાકિય સ્ટોલ પ્રદર્શનનો લાભ સ્થાનિકોએ લઇ વિવિધ યોજનાના ફોર્મ ભર્યા હતા.
આ પ્રસંગે વિવિધ પદાધિકારી, અધિકારીઓ, કર્મચારીઓ,ગામના સરપંચશ્રી, તલાટી ક્રમ મંત્રીશ્રી, તાલુકા પંચાયત તમામ સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.