રાજકોટના વડાપ્રધાનના ભવ્ય રોડ શો માં દાઉદી વ્હોરા સમાજએ પરંપરાગત વસ્ત્રોમાં સંસ્કૃતિને ઉજાગર કરી હતી - At This Time

રાજકોટના વડાપ્રધાનના ભવ્ય રોડ શો માં દાઉદી વ્હોરા સમાજએ પરંપરાગત વસ્ત્રોમાં સંસ્કૃતિને ઉજાગર કરી હતી


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હજજારો કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપવા માટે અત્રે રવિવારે આવ્યાં હતાં તે પૂર્વે એરપોર્ટે થી સભાના સ્થળ રેસકોર્સ સુધીનો ભવ્ય રોડ શો કર્યોં હતો જેમાં વિવિધ વીસ જેટલાં સ્ટેજ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં વિશ્વ શાંતિદૂત ગણાતા દાઉદી વ્હોરા સમાજએ પોતાનો ખાસ પહેરવેશ ધારણ કરી પોતાની પરંપરા ઉજાગર કરી લોકલાડીલા વડાપ્રધાનને આવકાર્યા હતાં દરમિયાન રાજકોટ દાઉદી વ્હોરા સમાજના ભાજપના પાયાના કાર્યકર અને અનેક સેવા સંસ્થા સાથે સંકળાયેલા હોજેફાભાઈ શાકીર એ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં આટલો જબરજસ્ત વિકાસ થશે તે સામાન્ય રીતે લોકોની કલ્પના બહારનો વિષય હતો પણ રાજકોટનો વિકાસ અભૂતપૂર્વ અને ઐતિહાસિક બની રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી દરમિયાન રાજકોટ દાઉદી વ્હોરા સમાજના સેવાભાવી કાર્યકર દુરૈયાબેન એસ મુસાણી એ જણાવ્યું હતું કે વડાપ્રધાનના આગમન પૂર્વે અને પછી પોલીસ જવાનો અને સફાઈ કામદારોએ સતત ખડેપગે તૈનાત રહી રાજકોટ શહેર માટે મહત્વની કામગીરી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.