આળસ છોડી મતદાન મોજથી કરો લોકશાહીની કુસેવા ન કરો: હુસામુદ્દીન કપાસી - At This Time

આળસ છોડી મતદાન મોજથી કરો લોકશાહીની કુસેવા ન કરો: હુસામુદ્દીન કપાસી


આમ તો નવું કઈ નથી આપણે ત્યાં કોઈપણ ચુંટણી હોય સરેરાશ મતદાન ૬૦ ટકાથી ઉપર ભાગ્યે જ થાય છે મતદારની ઉદાસીનતાનું ગમે તે કારણ હોય તો પણ મતદાન કરવું જોઈએ જ એમ પત્રકાર હુસામુદ્દીન કપાસીએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે કાલે તા. ૭ ને મંગળવારના રોજ ગુજરાતમાં લોકસભા ૨૦૨૪ અંતર્ગત ચુંટણી છે ત્યારે કોઇપણ તમને ગમતાં ઉમેદવારને સવારમાં આળસ મરડી મોજથી મતદાન કરી આવજો સ્વભાવિક છે કે મતદારને ઉમેદવાર કે કોઈ પક્ષનાં કાર્યકર હોદ્દેદાર ગમતાં ન હોય દેશમાં ગેરરીતિ ચાલતી હોય ઍનો પણ વિરોધ હોય પણ મતદાન ન કરવું તે ઉપાય ખોટો છે ફ્કત મત આપશો તો પણ લોકશાહી મજબુત બનશે જૉ આ ચુંટણીમાં મત ન આંપી અળગા રેહશો તો ઍક ખરાં અર્થમાં લોકશાહીની કુસેવા કરી ગણાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.