બાલાસિનોરમાં અંધજન મંડળ અને ડોક્ટર્સનું લાયન્સ ક્લબ દ્વારા સન્માન
લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા નેત્ર નિદાન અને ચશ્માં વિતરણ કેમ્પમાં અંધજન મંડળ નડિયાદની ટીમ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આપવામાં આવેલ સેવાઓ માટે તેમજ નેત્ર નિદાન કેમ્પ સાથે સર્વ રોગ નિદાન કેમ્પમાં સહયોગ સાથે સેવાઓ આપનાર ડોક્ટરોની ટીમનું નમનાર ખાતે કરવામાં આવ્યું હતું. નમનાર (તાઃ લુણાવાડા)માં યોજાયેલા નેત્ર નિદાન ચશ્મા વિતરણ કેમ્પમાં લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા કેટલાક વર્ષોથી નેત્ર નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પમા સેવા અને માર્ગદર્શન આપનાર અંધજન મંડળ નડિયાદના પ્રમુખ ભાસ્કરભાઈ આઈ.પટેલ તેમજ અંધજન મંડળની ટીમના સ્મૃતિબેન ગજ્જર,આંખોની તપાસનાર સમીરભાઈ જાની અને કેમ્પમાં સેવા આપનાર અન્ય કર્મચારીઓનું સમૃતિભેટઆપી PDG.લા. પ્રભૂદયાલ વર્મા અને લાયન્સ પ્રમુખ રુચિર ભાઈ ઉપાધ્યાયના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સર્વ રોગ નિદાન સારવાર કેમ્પમાં સેવા આપનાર ડો.રણજીતસિંહ નિનામા(જિલ્લા આર્યુવેદિક ઓફિસર, મહિસાગર, લુણાવાડા) ડો.જીગ્નેશભાઈ શાહ (હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ઠાસરા), ડો.ભક્તિબેન શેઠ (હોમિયોપેથીક મેડિકલ, ઓફિસર બાલાસિનોર) અને તેમની ટીમનું સ્મૃતિભેટ આપી રિજીયન ચેરમેન લા.મનહરભાઈ ઠાકર તેમજ મંત્રીલા.પ્રવીણભાઈ સેવકના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રિઝિયન ચેરમેન લા.મનહરભાઈ ઠાકરનું સમૃતિ ભેટ આપી લા. વસંતભાઈ ઉપાધ્યાય અને ખજાનચી લા. કાંતિભાઈ પટેલ મશીનરીવાલાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રક્તદાન કેમ્પમાં સહયોગ આપનાર વિકેનભાઈ શાહનું નવા વર્ષના પ્રમુખ લા.બિપીનભાઈ ડી.પટેલ, મંત્રી લા.ભ્રુકૃટી શાહના હસ્તે સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવે હતું.કાર્યક્રમમાં લાયન્સ સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.