કોંજળી ગામે આહીર સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો - At This Time

કોંજળી ગામે આહીર સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો


મહુવાના કોંજળી ગામે આહીર સમાજ પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો સુંદર કાર્ય સર્વે સમાજના સાથ અને સહકાર સાથે તન મન ધનથી આયોજન કરાયુ હતુ સમૂહ લગ્નના અધ્યક્ષ સ્થાને સેવાના ભેખધારી વંદનીય ડો.કનુભાઈ કલસરિયા સજોડે વિશેષ હાજરી આપી હતી સદ્દભાવના હોસ્પિટલ ટ્રસ્ટ વડલી,કલસાર મહુવા,પ્રાતઃ સ્મરણીય ઇન્દ્રભારતી બાપુ રુદ્રેશ્વર જાગીર જુનાગઢ,ગોવિંદરામ બાપુ સતાધાર,ઉર્જાનંદ ગિરિ મૈયા બારપટોળી,આહીર સમાજ આગેવાન આર.એસ હડીયા સુરત,ડો.ધીરુભાઈ આહીર,ડો.જેન્તીભાઈ વાઘમશી, GST ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ શ્યોરા જાદવભાઈ ગગાભાઈ કલસરીયા આગેવાન મહુવા પેથલભાઈ કલસરીયા યુવા આગેવાન મહુવા,છગનભાઈ નકુમ તાલુકા પંચાયત સદસ્ય નાના આસરાણા,મનુભાઈ હડીયા આગેવાન બિલ્ડર સુરત,કોંજળી સર્વે વડીલ આગેવાનો વિશેષ વિવિધ સંસ્થામાં કાર્યરત નામાકીન્ત સન્માનનીય ભાઈઓ અને બહેનોની ખાસ ઉપસ્થિતિમાં 7 સાત દીકરીઓને પીઠી રસમ લગ્ન પ્રસંગે હર્ષની ઘડીએ આશીર્વાદ આપી સમૂહ લગ્નોત્સવને અને સમૂહ લગ્ન કમિટીને નવી ઊર્જા આપી હતી સમૂહ લગ્નોત્સવમાં 7 સાત નવ દમપતીએ સમાજના રીતી રિવાજ મુજબ પ્રભૂતામાં પગલાં પાડી સંસારિક જીવનની શરૂવાત કરી હતી સગા સ્નેહી સર્વે કોંજળી આહીર સમાજની વાડીમાં સામુહિક ભોજન પ્રસાદ સાથે બ્લડ ડોનેશન કેમ્પનુ સુંદર આયોજન નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક મહુવા સહયોગથી કરાયુ હતુ સર્વે ગ્રામજનો અને મહેમાનો દ્વારા રક્ત દાન કરી સમપૂર્ણ આનંદ ઉમંગ સાથે કોંજળી ગામ આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઈ ખીમજીભાઇ કવાડ ઉપ પ્રમુખ ડોક્ટર અંકિતભાઈ દેવાયતભાઈ કાતરીયા અને સર્વે ટ્રસ્ટ કમિટી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવેલ હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.