રાજકોટમાં નરેશ પટેલે કહ્યું- તમામ પક્ષને સમાન રાખી ચાલીશુ; રમેશ ટીલાળાએ ખોડલધામમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી
રાજકોટમાં આજે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા છેલ્લા 6 મહિનામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 188 રાજકોટના અને 20 વિદ્યાર્થીઓ જૂનાગઢમાંથી પાસ થયા છે. કાર્યક્રમમાં હાજર નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ તમામ પક્ષને સમાન રાખી ચાલશે, મારા ઘણા અંગત લોકો રાજકારણમાં છે. હું એકેયના ચૂંટણી પ્રચારમાં જવાનો નથી. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, હું ખોડલધામ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દઈશ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.