ગુજરાતના પાટણ જિલ્લાનું એક એવું ગામ જ્યાં પુરુષો દ્વારા પ્રાચીન ગરબાની રમઝટ..ગામમાં ફક્ત પુરુષો જ રાસ ગરમે રમે છે
પાટણ...
રાધનપુર...
અનિલ રામાનુજ રાધનપુર..
ગુજરાતના પાટણ જિલ્લાનું એક એવું ગામ જ્યાં પુરુષો દ્વારા પ્રાચીન ગરબાની રમઝટ..ગામમાં ફક્ત પુરુષો જ રાસ ગરમે રમે છે
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનુ એક એવું ગામ જ્યાં ફક્ત પુરુષો જ રમે છે ગરબા રાસ..
સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી નવરાત્રી,વર્ષોની પરંપરા મુજબ ઝિરવાણી અને પ્રાચીન રાસ ગરબાની જામતી રમઝટ...
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબિયાણા ગામ ખાતે અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આબિયાણા ગામ ખાતે વર્ષો ની પરંપરા મુજબ ઝિરવાણી અને પ્રાચીન રાસ ગરબાની જામતી રમઝટ જોવા લોકોના ટોળા ઉમટી પડે છે અને વર્ષોથી ગામમાં ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી જે વર્ષોજૂની પરંપરા જાળવી ગામલોકો આજે પણ નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે.
સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી નવરાત્રી મહોત્સવ નું આયોજન થાય છે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આજે પણ આ ગામમાં ઝિરવાણી અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે અને કોઈજ પ્રકારના નવા ગરબા ગવાતા નથી અહીંયા જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે. વિશેષ અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી જે વર્ષોજૂની પરંપરા આજે પણ લોકોએ જાળવી રાખી છે.
માં અંબે માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રિના નવ દિવસ અહીંયા ગામનાં વડવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે.આ ગામમાં ક્યારેય કોઈ કલાકાર લાવવામાં આવ્યા નથી કે ડીજે દ્વારા કોઈ ગીતો,ગરબા નું આયોજન થતું નથી. અહીંયા ફક્ત ને ફક્ત જૂના અને પ્રાચીન ગરબાને મહત્વ આપવામાં આવે છે સાથેજ ગામનાં વડવાઓ દ્વારા મુખેથી ગરબા ગવાય છે.ગામના સ્થાનિક રહીશો દ્રારા માતાજીની નિત્ય આરતી, પ્રસાદ સાથે ઝિરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામે છે.ત્યારે આજુબાજુ નાં લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં આ અનોખી નવરાત્રી મહોત્સવ જોવા ઉમટી પડે છે.
પાટણનાં સાંતલપુર તાલુકાના આબિયાણા ગામ ખાતે નવરાત્રીની ખાસ વિશેષતાઓ જોઈએ તો વલ્લભ મેવાડા ગરબા,પ્રાચીન ગરબા લોકમુખે ગવાય છે.જે જોવા લોકોનું
ઘોડાપૂર ઉમટી પડે છે. ખાસ ગામની વિશેષતા જોઈએ તો માતાજી ની જાતર જે દશેરાના દિવસે થાય છે. જે વંશ પરંપરાગત રીતે ચાલ્યું આવ્યું છે તેમજ માતાજી ની માનતા હોય શ્રધ્ધા હોય એ લોકો જ રમે છે.તેમજ ગામ લોકોની માન્યતા પ્રમાણે જે લોકોએ બાધા માનતા રાખી હોય એવા લોકોના માતાજી કામ કરે છે અને એજ લોકો માતાજી ની જાતર રમી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આમ, આ ગામમાં પ્રાચીનતા આજે પણ જળવાઈ રહી છે.અને જિલ્લામાં એક નવી ઓળખ ઊભી કરતું આ ગામ છે તેવું ગામનાં યુવાન નાડોદા ભવનભાઈ એ જણાવ્યું હતું.
ગુજરાતનું એક એવું ગામ જ્યાં નવરાત્રી ની અનોખી ઓળખ:-
આબિયાણા ગામની નવરાત્રિમાં ખાસ વિશેષતા માં જોઈએ તો માત્ર પુરુષો જ રાસ ગરબે રમે છે.સ્ત્રીઓ નવરાત્રી દરમિયાન ક્યારેય રાસ રમી નથી, ગ્રામજનો નું કહેવું છે કે પરંપરાગત રીતે ચાલતું આવ્યું છે.અને અમે એ પરંપરા આજે પણ જાળવી રાખી છે.માતાજીના ચાચર ચોકમાં નવે નવ દિવસ ફક્ત પ્રાચીન અને ઝીરવાણી ગરબા જ ગવાય છે.જે મુખેથી ગામનાં જ આગેવાન દ્વારા ગાવામાં આવે છે.તેમજ આ ગામમાં અનેક સમાજ આવેલી છે.પરંતુ તમામ સમાજો વચ્ચે વર્ષોજૂની પરંપરા મુજબ આજે પણ ગામમાં માત્ર એકજ ચોકમાં એક્જ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.
આબિયાણા ગામની નવરાત્રી પર્વની અનોખી વિશેષતાઓ:-
સાંતલપુરના આબિયાણા ગામમાં આઠમનાં દિવસે એટલે આઠમાં નોરતે ગ્રામજનો દ્વારા ભવાઈ કરવામાં આવે છે.જેમાં અનેક પાત્રો ભજવી માતાજીનો મહિના વર્ણવે છે.જે પણ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે.આ ગામમાં દશેરાનાં દિવસે પુરુષો સ્ત્રીના પહેરવેશમાં માતાજીના ચોકમાં ગરબે રમતા જોવા મળે છે. અને ગામમાં માતાજીના નવલા નોરતાના દિવસોમાં લોકોના કામ પૂર્ણ થતાં હોય આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.