કુંડળ પ્રાથમિક શાળા ખાતે સાળંગપુર સેજાની “શ્રી અન્ન” વાનગી સ્પર્ધા યોજાઈ : સાળંગપુર સેજાના પોષણ MOU સંપન્ન
બોટાદની કુંડળ પ્રાથમિક શાળા ખાતે સાળંગપુર સેજાની "શ્રી અન્ન"- મીલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગી હરિફાઈમાં આંગણવાડીના બહેનોએ ભાગ લીધો હતો, જેમાં બહેનોએ શ્રી અન્નમાંથી વિવિધ વાનગીઓ બનાવી હતી, સાથે-સાથે પોષણ MOUની શરૂઆત પણ સાળંગપુર સેજાથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઈન્ચાર્જ બરવાળા તાલુકા વિકાસ અધિકારીશ્રીએ હાજર રહેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને મિલેટસ તેમજ પોષણ સંબંધિત વિસ્તૃત જાણકારી આપવાની સાથે સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પુરી પાડી હતી.
ડી.આર.એલ.એમ. વિભાગના સુશ્રી ગ્રીષ્માબેન દ્વારા સાળંગપુર સેજાના પોષણ MOU કરાયાં હતાં તેમજ પોષણ MOU અંગે ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી. આ પ્રસંગે ઈન્ચાર્જ બરવાળા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત અન્ય મહાનુભાવોએ સારી વાનગી બનાવી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યાં હતાં.
કાર્યક્રમમાં કુંડળ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, કુંડળ પ્રાથમિક શાળાના આચાર્ય, સી.ડી.પી.ઓ. અલ્પાબેન મકવાણા,મુખ્ય સેવિકા મતિ કુંદનબેન વ્યાસ, કિન્નરીબેન સોલંકી સહિત આઈ.સી.ડી.એસ.ઘટક બરવાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.