ખીરસરામાં દસ્તાવેજો બનાવી રૂ.4 કરોડની જમીન હડપ કરવા પ્રયાસ, 3 વકીલ સહિત 8 સામે ફરિયાદ દાખલ
રાજકોટમાં અવનવાર જમીન કૌભાંડના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે શહેરની ભાગોડે આવેલા લોધિકા તાલુકાના ખીરસરા ગામની સોનાની લગાડી જેવી રૂ.4 કરોડની કિંમતની જમીન હડપ કરવા બોગસ દસ્તાવેજ બનાવ્યાના આક્ષેપ હેઠળ ત્રણ વકીલ સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ભગવતીપરાના રમેશ રાઠોડ અને ભાવનગર રોડ વિજયનગરના અશોક સાગઠિયાએ બોગસ સાટાખત બનાવી, ખોટી સહી કરી કોર્ટમાં સોગંધનામા પણ કર્યા હોવાનોનો આક્ષેપ થયો છે. આ અંગે નાનામવા રોડ પર રહેતા પટેલ બિલ્ડર મનસુખભાઈ વસોયાએ લોધિકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા આરોપીઓની ધરપકડ કરવા પોલીસે તજવીજ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.